- કથીત આંતકીને ટ્રાન્સફર વોરંટની મદદથી જયપુર જેલમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવામાં આવ્યો
- મેટ્રો કોર્ટે આતંકીને જયપુર જેલ મોકલી આપવાનો કર્યો ઓર્ડર
- 2008નો શ્રેણી બદ્ધ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલો
અમદાવાદઃ વર્ષ 2008માં શ્રેણી બદ્ધ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કથીત આતંકીને મેટ્રો પોલીટીન કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકીના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, રાજેસ્થાન હાઈકોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસની સુનવણી હજી ચાલી રહી છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તેની કસ્ટડી આપી શકાય નહી, બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીની ઉમર અંગેના પુરાવા રજૂ કરવામાં ગફલત કરી હતી.આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે જ્યરે ગુનો આચરવામાં આવ્યો, ત્યારે આરોપી જુવેનાઈલ હતો. જેથી તેણે જુવેનાઈલ કોર્ટ સમક્ષ જ રજૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આખરે આંતકી કેસમાં નામદાર મેટ્રો કોર્ટે આંતકીને જયપુર ખાતે મોકલી આપવાનો ઓર્ડર કર્યો હતો પરંતુ આતંકી કસ્ટડી ક્રાઈમ બ્રાંચના હાથમાંથી સરકી ગઈ હોય તેવો બનાવ બન્યો છે.