અમદાવાદ કલેક્ટરે વાસણા વિસ્તારમાં કરોડોના ગેરકાયદેસર દબાણ કરાવ્યા દુર - Ahmedabad
અમદાવાદઃ શહેરમાં ગરેકાયદેસર દબાણોનું પ્રમાણ વધતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી અમદાવાદના કલેક્ટરે દબાણ દૂર કરવાનું અભિયાન શરૂ કર્યુ છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરે વાસણા વિસ્તારમાં કરોડના ગેરકાયદેસર દબાણ દૂર કરાવ્યા
અમદાવાદ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે કેટલાંક અસમાજિકક તત્વો દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે.એટલે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ દબાણ દૂર કરવાનું ખાસ અભિયાન શરૂ કર્યુ છે. જે અંતગર્ત શહેરના વાસણા વિસ્તારમાં 21.25 કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.