અમદાવાદ : હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજુઆત કરવામાં આવી છે કે આરોપી ઉબેદ મિર્જા વિરૂધ તપાસ પેપરમાં પુરતા પુરાવવા છે. જેને માન્ય રાખીને હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ. પંચોલીએ જામીન ફગાવ્યા હતા. રાજ્ય સરકારની રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપી સોશિયલ મીડિયા પર આતંકી સંગઠન ISISની વિચારધારા ધરાવતા લિંક ફેરવતો હતો અને તેના મિત્રો સાથે ISISની વિચારધારા મુદે વાતચીત કરતો હતો. આરોપી - અરજદારે વોટ્સએપના માધ્યથી બંદૂક ખરીદવાની ઈચ્છા પણ વ્યકત કરી હતી. આરોપીના વકીલે ગેરકાયદેસર પ્રવૃતિ એક્ટ 1967ના સેક્શન 43(ડી) મુજબ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટે ISISની વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવતા આરોપીના જામીન ફગાવ્યા - high court news
વૈશ્વિક સ્તરે આતંકી સંગઠન તરીકે જાહેર કરાયેલા ISISની વિચારધારા સોશિયલ મીડિયા પર વહેતી કરનાર આરોપીના ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. આરોપીએ ગેરકાયદેસર પ્રવૃતિ એક્ટ 1967ના સેક્શન 43(ડી) મુજબ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
ISISની વિચારધારા સોશિયલ મીડિયા પર ફેલાવતા આરોપીના જામીન ફગાવ્યા
હાઈકોર્ટે આરોપીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે સીઆરપીસીની કલમ 173 મુજબ તૈયાર કરવામાં આવેલી ડાયરીમાં આરોપીઓ પરના આક્ષેપ સાચા હોય તો તેને જામીન પર છોડી શકાય નહિ. હાઈકોર્ટે આરોપીની ચાર્જશીટ કે જેમાં તેના વોટ્સએપ ચેટ અને તપાસ પેપરનું નિરીક્ષણ કર્યા બાદ અવલોકન કર્યું હતું.