ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટની ભલામણ: આરોપીઓનું RT-PCR નહિ, પરંતુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે - ગુજરાત હાઇકોર્ટ

કોરોના મહામારીને લઇને રાજ્યમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ બાદ પહેલા આરોપીનો કોરોના રિપોર્ટ કરાવામાં આવે છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ અને જ્યુડિશિયલ અધિકારી સમક્ષ રજૂ કરતા પહેલા તેનું RT-PCR ટેસ્ટ નહીં. પરંતુ, રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે તેવી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

tested for rapid
tested for rapid

By

Published : Sep 1, 2020, 6:33 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે કોરોના ચકાસવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની ભલામણ કરતા અને મહત્વનુ અવલોકન કરી કહ્યું કે, રેપીડ એન્ટીજન ટેસ્ટ વધુ એક્યુરેટ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે, વળી 24 કલાકમાં આરોપીને કોર્ટમાં જ્યુડિશિયલ અધિકારી સમક્ષ રજુ કરવાનો હોવાથી તેમાં પણ અનુરૂપ રહે છે.

આરોપીઓનું RT PCR નહિ પરંતુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે

ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકણીની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચ સમક્ષ મહિલાના પતિ કે જે આરોપી છે એ 24 કલાકમાં કોર્ટ સમક્ષ કેમ રજૂ કરવામાં આવ્યા નથી. તેના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કોરોના ટેસ્ટિંગમાં ટેસ્ટનું પરિણામ બાકી હોવાથી આરોપીને રજૂ કરવામાં આવ્યા નથી. ત્યારે કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે અવલોકન કર્યું કે, આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. ત્યારે રાજ્ય સરકારે આ મુદ્દે નિષ્ણાંત ડોક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details