વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમીટ ગુજરાતની ધંધાકીય ઓળખ છે કે, નહીં એ વિશે અનેક લોકોમાં મતભેદ છે. છેલ્લા 40વર્ષથી જાણીતા સિતારવાદક મંજુ મહેતા અને તેમના પતિ તબલાવાદક સ્વ. પંડીત નંદન મહેતાના પ્રયત્નોથી સપ્તાહ કે શાસ્ત્રીય સંગીતના કેન્દ્ર તરીકે આગવી છાપ ઉભી કરી છે.
40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત કરાશે - અમદાવાદમાં 40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ
અમદાવાદ : 1 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારો 40મં સંગીતનું મહાકુંભ સપ્તક આ વખતે પંડિત રવિશંકરને સમર્પિત કરવામાં આવશે. જ્યારે આ સપ્તક 40 વર્ષ પૂરા કરે છે, ત્યારે પંડિત રવિશંકરને પણ સો વર્ષ પૂરા થાય છે. સંગીત મહોત્સવ સપ્તક દ્વારા અમદાવાદ શાસ્ત્રીય સંગીતમાં આખા દેશમાં વાઇબ્રન્ટ બની ગયું છે.
સપ્તક એક એવો શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે કે, જેની લોકોમાં ઉત્સુકતાથી રાહ જોવાતી હોય છે. આ વખતે જ્યારે આખો ફેસ્ટિવલ પંડિત રવિશંકરને સમર્પિત છે, ત્યારે તેમની યાદો તાજી કરવા માટે એક વક્તવ્ય પંડિતજી પર રાખવામાં આવ્યું છે. જેમાં તેમના જીવનને યાદ કરવામાં આવશે. તેમજ તેમના પર બનેલી બે થી ત્રણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ પ્રસંગે તેમના પત્ની સુકન્યા હાજર રહેશે.
બીજીતરફ, પંડિત જસરાજ નવમા દાયકામાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે ક્લાસિકલ મ્યૂઝિકને તેમને 75 વર્ષ આપ્યા છે. જેના માનમાં તેમને એક ખાસ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે સપ્તકમાં 40થી વધારે સેશન અને 150થી વધારે આર્ટિસ્ટ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.