- કોરોના વાઇરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત
- 4 મહિનાનું બાળક થયું કોરોના સંક્રમિત
- 6 દિવસની હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર સારવારના અંતે આપી કોરોનાને મ્હાત
અમદાવાદ: દેશમાં કોરોનાના કેસનું કિડિયારું ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા છે. ડોક્ટરોના કહેવા મુજબ, ગત વર્ષની તુલનામાં આ વખતે 4 મહિનાથી ઓછી ઉંમરના બાળકો પણ ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરની એક ખાનગી હોસ્પિટલ 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર રહ્યા બાદ 4 મહિનાનો જુગલ ધીરે ધીરે સ્વસ્થ થયો હતો અને કોરોના સામે જીતીને ઘરે પરત ફર્યો હતો.
આ પણ વાંચો: બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત
કોરોના વાઇરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં સમાન્ય લોકોની સાથે સાથે હવે બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના 4 મહિનાનો બાળક કોરોના સંક્રમિત થયો હતો. કોરોના સંક્રમિત બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ વધી જતાં તબિયત નાજુક થઇ ગઈ હતી. જેને લઇ બાળકને 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું પરંતુ આખરે આ બાળકે કોરોનાને મ્હાત આપી હતી.
બાળક ક્યારે અને ક્યાં કોરોના સંક્રમિત થયું હતું ?
ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં રહેતા કૃણાલ મકવાણાનો ચાર મહિનાનો દીકરો કોરોના સંક્રમિત થયો હતો. જુગલ નામનું આ માસુમ બાળક 29 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયું હતું. જ્યારબાદ ત્યાં આસપાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિયત નાજુક થતાં અમદાવાદની ચાંદખેડા પાસેની હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ બાળકને જન્મતાની જ અન્ય તકલીફ પણ હતી. જેથી બાળકનું ઓક્સિજન લેવેલ ડાઉન થઇ ગયું હતું. બાળકનું ઓક્સિજન લેવલ ડાઉન થતાં તેને વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યું હતું પરંતુ સ્થિતિ બગડતા હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રહ્યા બાદ બાળક ધીરે ધીરે સ્વસ્થ થયું અને કોરોના સામેની આ જંગ જીતીને ઘરે પરત ગયું પહોચી ગયું છે.
પરિવારની મંજુરી બાદ હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખતા બાળકે કોરોના સામે જીતી જંગ
બાળકની સારવાર કરનાર ડો. પાર્થ શાહે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે બાળકની હાલત નાજુક હતી. બાળકને શ્વાસની ખુબ જ તકલીફ હતી. બાળકની તબીયત સુધરવાની જગ્યાએ બગડી રહી હતી. જેમાં શરૂઆતના 24 કલાક અઘરા સાબિત થયા હતા. જેના કારણે તેને તુરંત જ તેને વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતના 24 કલાક અઘરા સાબિત થયા હતા. 24 કલાક બાદ પરિસ્થિતિ સુધારા પર જણાઈ ન આવતા પરિવારની મંજુરી બાદ હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું.
ફેફસાં સિવાયના અંગ સારી રીતે કામ કરતા હતા
હોસ્પિટલમાં બાળકના ફેફસાં સિવાયના અન્ય અંગ સારી રીતે કામ કરી રહ્યા હતા. તેમ છતાં બાળકની સ્થિતિ સુધરતી ન હતી. જેમાં બાળક 300થી 900 વખત શ્વાસ લેતું હતું. શરૂઆતના 48 કલાક કપરા હતા. ત્યારે આખરે 6 દિવસ બાદ બાળકની સ્થિતિ સુધરતા વેન્ટીલેટર કાઢી લેવામાં આવ્યું હતું. 5 દિવસ ઓબ્ઝેર્વેશનમાં રાખ્યા બાદ બાળકને રજા આપવામાં આવી હતી. અત્યારે બાળક ફીડીંગ પણ કરી રહ્યું છે અને માતા સાથે રમી પણ રહ્યું છે. જો કે, ત્યારબાદ પણ હોસ્પિટલના સ્ટાફે સતત તે બાળકનું ધ્યાન રાખ્યું અને અંતે તેની સારવાર યોગ્ય રીતે પૂર્ણ થઇ કોરોના નેગેટીવ આવતા તેને ડીસ્ચાર્જ કરી ઘરે મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાયપુરના કિશોરગૃહમાં 45 બાળકો અને 5 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત
જુગલ જન્મ્યો ત્યારથી હાર્ટની નળી હતી બ્લોક
જુગલના પિતા કૃણાલ મકવાણા સાથે જયારે ટેલીફોનીક વાતચીત થઇ ત્યારે તેમને જણાવ્યું કે, 28 એપ્રિલે જુગલની તબીયત બગડી હતી. ત્યારબાદ ખુબજ ચિંતા થઇ ગઈ હતી. ડોક્ટરને બતાવ્યા બાદ તેમને કોરોના રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. ત્યારબાદ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે જે સાંભળી 5થી 10 મિનીટ માટે ગભરાઈ ગયા હતા અને મારી પત્ની રડવા લાગી હતી. જે બાદ જુગલને આણંદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય સારવાર ન મળતા જુગલની તબિયત વધુ નાજુક થઇ ગઈ હતી. આ વાત સાંભળી મારી પત્ની અને હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા. જો કે, અમે બન્ને હિંમત હાર્યા ન હતા.
મનમાં જુગલ માટે ખુબ જ ભય રહેલો હતો: જુગલના પિતા
જુગલ જન્મ્યો ત્યારે તેની હાર્ટની નળી બ્લોક હતી. જેથી 14 જાન્યુઆરીએ તેની સર્જરી કરવામાં આવી હતી. જુગલ અગાઉ 51 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો અને 2 મહિના બીજી દવા ચાલુ જ હતી તે દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈને ફરીથી સાજો થઇ ગયો છે. જો કે, જુગલને કોરોના થયો તેવું સાંભળી હું અને મારી પત્ની ખુબ જ ભયભીત થઇ ગયા હતા. જુગલ માટે ભગવાનને કરવામાં આવેલી પ્રાર્થના આજે સફળ થઇ છે.