ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને વધતો અટકાવવા હવે 3S સ્ટ્રેટેજી અપનાવવી પડશે: વિજય નેહરા

સમગ્ર ગુજરાતમાં અને રાજ્યમાં જે રીતે કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે, તે જોતા તંત્ર અને સરકાર સતત નજર બનાવી બેઠી છે. આવા સમયે અમદાવાદમાં સ્થિતિ વધુ ખરાબ છે, આ બાબતની ગંભીરતા જાણી કમિશ્નર વિજય નહેરાએ આપતા કહ્યું કે, હવે 3S સ્ટ્રેટેજી અપનાવવી પડશે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News, CoronaVirus, Vijay Nehra
Vijay Nehra

By

Published : Apr 28, 2020, 2:33 PM IST

અમદાવાદઃ રાજ્ય સહિત શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો કરવા તથા મૃત્યુદરમાં કઈ રીતે ઘટાડો થાય તેને લઈ ચેતવણી આપતા વિજય નેહરાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાના કેસ ડબલીંગને ઘટાડવા માટે આપણે SSS થિયરીને અપનાવવી પડશે. આ થિયરીનું જો સારી રીતે પાલન કરવામાં આવશે તો, કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

શહેરમાં કુલ 2016 એક્ટિવ કેસ જોવા મળ્યાં છે. શહેરમાં કુલ 6 ઝોનને રેડ ઝોનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં 6000થી વધુ વિસ્તારમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારમાં દર ત્રીજા-ચોથા દિવસે ટીમ સર્વેલન્સ કરે છે. પત્રકાર પરિષદમાં તેઓએ શહેર અંદર કોરોનાને કાબુમાં લેવા માટે 3S સ્ટ્રેટજી રજુ કરી હતી.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડવા 3S પર ટાર્ગેટ

સુપર સ્પ્રેડર્સ

સુપર સ્પેડર્સ એક મહિનામાં હજારો લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે, ત્યારે આવા સમયે લોકોને આ બાબતનું ઘણુ ધ્યાન રાખવુ પડશે. કોઈ પણ નાગરિક જ્યારે સંપર્કમાં આવે ત્યારે બિન જરૂરી વસ્તુને અડકવું નહીં, માસ્ક વગરના દુકાનદાર પાસેથી વસ્તુ ન લેવી. દુકાને જાવ ત્યારે ધ્યાન રાખો.

સિનિયર સિટીઝન

સિનિયર સિટીઝનનું આ સમયે ખાસ ધ્યાન રાખો, કેમ કે આ સમયે વૃદ્ધ લોકો આ વાઇરસની ઝપટમાં આવી શકે છે. તેમને આ વાઇરસથી બચાવવા માટે કોઈના પણ સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખો. વાત કરતા જ માસ્ક ફરજિયાત લગાવેલું હોય તે જોવો. આ સમયે વડીલોની ખાસ કાળજી રાખો.

સ્લમ વિસ્તાર

કોરોના સામેની લડાઈમાં સ્લમ વિસ્તારોમાં પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ બાબતે સ્લમ વિસ્તારમાં એકબીજાના સંપર્કમાં ન આવે, તથા લોકોએ સ્લમ એરિયામાં ખાસ કાળજી રાખવી પડશે.

ABOUT THE AUTHOR

...view details