ગુજરાત

gujarat

ETV Bharat / state

National Sports Festival 2022: અમદાવાદથી થશે શુભારંભ અને સુરતમાં સમાપન સમારોહ

ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવનું (National Sports Festival 2022)આયોજિત કરવામાં આવશે. આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન આ 36મી નેશનલ ગેઇમ્સ રાજ્યમાં યોજાશે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી 25000થી વધુ રમતવીરો ભાગ લેશે.

By

Published : Jul 19, 2022, 6:00 PM IST

National Sports Festival 2022: અમદાવાદથી થશે શુભારંભ અને સુરતમાં સમાપન સમારોહ
National Sports Festival 2022: અમદાવાદથી થશે શુભારંભ અને સુરતમાં સમાપન સમારોહ

અમદાવાદઃ ગુજરાતમાં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન આયોજિત(National Sports Festival 2022) કરવામાં આવશે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી 25000થી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાત સરકારે તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યના 6 શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

અમદાવાદમાં થશે શુભારંભ અને સમાપન યોજાશે સુરતમાં - રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં(Narendra Modi Cricket Stadium) યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ 8 રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2, ભાવનગરમાં એકજ સ્થળે 3, વડોદરામાં એક સ્થળે 4 જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે.

સુવિધાઓનું રખાશે પૂરતું ધ્યાન -ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને 3,4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ, તેમજ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની (National Sports Festival)યજમાની કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલીટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃકોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે નીરજ ચોપરા બની શકે છે ભારતના ધ્વજવાહક

શા માટે કરાઈ છે ગુજરાતની પસંદગી? -દેશ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી થઈ રહ્યી છે ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન એવા ખેલમહાકુંભ અંતર્ગત 55 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત જેવા મેગા ઈવેન્ટનો પણ ગુજરાતને 9 વર્ષનો બહોળો અનુભવ રહેલો છે. ગુજરાત તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નેટવર્કથી દેશના તમામ મોટા શહેર સાથે જોડાયેલું છે જેથી પરિવહન ક્ષેત્રે પણ તમામ સુવિધાઓ આવનાર ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, આઈ.આઈ.ટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સીટી ખાતે વિશ્વ કક્ષાની ઈન્ડોર - આઉટડોર સ્પોર્ટસ્ ઈવેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં ભારત જ્યારે ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાની પર નજર માંડીને બેઠું છે ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની સાથે આ પ્રકારની વૈશ્વિક સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓનો પણ પરિચય કરાવશે.

ગુજરાત માટે એક ગૌરવની બાબત -ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને પૂરતી તકો અને સર્વોત્તમ સુવિધાઓ આપવા માટે સંક્લ્પબદ્ધ છે. ગુજરાતમાં વિશ્વસ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ રમતો માટે તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ છે. ખેલ મહાકુંભથી રાજ્યને ભાવિ રમતવીરો મળી રહ્યા છે એમના માટે પણ નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન એક મોટી તક સ્વરૂપે છે. નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત માટે એક ગૌરવની બાબત છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. નેશનલ ગેમ્સ 2022 ઐતિહાસિક બનશે.

ABOUT THE AUTHOR

...view details