ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની પ્રસિદ્ધ લોકનૃત્ય સંસ્થાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવાયો - Kalpesh Bhatt

અમદાવાદઃ શહેરમાં જાણીતી લોકનૃત્યની તાલીમ આપતી સંસ્થા પનઘટ પર્ફોમિંગ આર્ટ્સે પોતાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવ્યો હતો. આ સંસ્થાએ અમદાવાદમાં પાલડી સ્થિત ટાગોર હોલમાં 50 કલાકારો સાથે સ્ટેજ પર 11 નૃત્યો પ્રસ્તુત કરી શહેરની કલાપ્રેમી જનતાને સમર્પિત કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Jun 8, 2019, 5:24 PM IST

આ કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ ઘરડાઘરમાંથી 200 જેટલા વડીલોને આમંત્રીત કરી પોતાની કલા સમર્પિત કરી કલાકારોએ વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. કલાકારોએ નૃત્યમાં ગરબો, ગરબી, રાસ, ઘુમ્મર, સંબલપુર, તલવાર નૃત્ય, સુંપડુ, સાંભેલુ, બેડુ જેવા અલગ-અલગ નૃત્ય કરી પોતાની કલા સ્ટેજ ઉપર પ્રસ્થાપિત કરી હતી.

અમદાવાદની પ્રસિદ્ધ લોકનૃત્ય સંસ્થાનો 19મો વાર્ષિક મહોત્સવ ઊજવાયો

આ સંસ્થાના સંચાલક ચેતન દવે, જયેશ પ્રજાપતિ, નિમેષ ઉપાધ્યાયે પનઘટ સંસ્થામાં 19 વર્ષની અંદર સંસ્થામાં 300 કલાકારોને તૈયાર કરી વિશ્વના 33 જેટલા અલગ-અલગ દેશોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થા 2019 જુલાઈ મહિનામાં રોમાનીયા અને પોલેન્ડ દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા 23 કલાકારો સાથે જશે અને દેશનું નામ ગૌરવવંતુ કરશે.

સ્ટેજ પર ઉજવાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
સ્ટેજ પર ઉજવાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

ABOUT THE AUTHOR

...view details