ગુજરાત

gujarat

ETV Bharat / state

નવજાત શિશુને વેચવા જતું થાણેનું દંપતી ઝડપાયું, માનવ તસ્કરીનું મોટું રેકેટ સામે આવવાની શક્યતા - Human trafficking

અમદાવાદના એસપી રિંગ રોડ (Human trafficking at SP Ring Road) પરથી માનવ તસ્કરીનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમબ્રાન્ચની ટીમે આ નવજાત શિશુને વેંચવા જતાં થાણેના દંપતીની (Thane Couple nabbed for Human trafficking) ધરપકડ કરી હતી. આ સાથે જ હવે માનવ તસ્કરીનું મોટું રેકેટ સામે આવવાની શક્યતા છે.

નવજાત શિશુને વેચવા જતું થાણેનું દંપતી ઝડપાયું, માનવ તસ્કરીનું મોટું રેકેટ સામે આવવાની શક્યતા
નવજાત શિશુને વેચવા જતું થાણેનું દંપતી ઝડપાયું, માનવ તસ્કરીનું મોટું રેકેટ સામે આવવાની શક્યતા

By

Published : Jan 10, 2023, 1:54 PM IST

Updated : Jan 10, 2023, 3:18 PM IST

ક્રાઈમબ્રાન્ચની સફળતા

અમદાવાદશહેર ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીના વધુ એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મહારાષ્ટ્રના દંપતીને એસ. પી રીંગ રોડ (Human trafficking at SP Ring Road) રણાસણ રેલવે ક્રોસિંગ પાસેથી નવજાત બાળક સાથે પકડી પાડ્યું હતું. કાલુપુરમાં માનવ તસ્કરી મામલે ઝડપાયેલા મહારાષ્ટ્રના બંને આરોપીઓની તપાસમાં તે ગુનાના તેમની સાથે સામેલ આ આરોપીઓ વધુ એક બાળકની તસ્કરી માટે ગુજરાતમાં આવતા હોવાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચે બાળક સાથે દંપતીને ઝડપી (Thane Couple nabbed for Human trafficking) પાડ્યું હતું.

થોડા દિવસ પહેલા આરોપીને સોંપાયો હતો કાલુપુર પોલીસનેશહેરના કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પાસેથી થોડા દિવસો પહેલાં જ બાળકની તસ્કરી કરીને મહારાષ્ટ્ર જઈ રહેલા ચંદ્રકાન્ત પટેલ અને દ્રૌપદી રાજા મેશ્રામ નામના યુવક યુવતીની વર્ધા પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી (Thane Couple nabbed for Human trafficking) હતી. આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ તે કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (Anti Human Trafficking Unit) દ્વારા કરવામાં આવી રહી હતી અને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.

બાતમીના આધારે ધરપકડ

બાતમીના આધારે ધરપકડ તે દરમિયાન પકડાયેલા બંને આરોપીઓ તેમની પાસેનું બાળક મહારાષ્ટ્રના બિપીન ઉર્ફે બંટી શિરસાડ તેમ જ મોનિકા શિરસાડને આપવા જતા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તે બંનેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન AHTUનાં (Anti Human Trafficking Unit) વડા નિધી ઠાકુરને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્રના બંને એજન્ટો ગુજરાતમાં ફરી એક વાર બાળ તસ્કરી માટે (Human trafficking at SP Ring Road Ahmedabad) આવી રહ્યા છે અને જે બાતમીના આધારે તે બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ક્રાઈમબ્રાન્ચની સફળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ કરતા એસ. પી. રીંગ રોડ (Human trafficking at SP Ring Road) ઉપર રણાસણ રેલવે ક્રોસિંગ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં બિપીન ઉર્ફે બંટી શિરસાડ તેમ જ મોનિકા બીપીન શિરસાડ નામના દંપતીની ધરપકડ (Thane Couple nabbed for Human trafficking) કરી હતી. તેમની પાસેથી 10થી 15 દિવસનું નવજાત બાળક કબ્જે કરવામાં આવ્યું હતું. આ મામલે આરોપીઓને બાળકના માતાપિતા અને તેના વિશે પૂછપરછ કરતા બંને આરોપીઓએ જણાવ્યું હતું કે, હિંમતનગર પાસેથી રેશમાભાઈ રાઠોડ નામની વ્યક્તિ મારફતે નવજાત બાળક 2,10,000 રૂપિયામાં ખરીદ્યું હતું અને આ નવજાત બાળકને હૈદરાબાદ ખાતે મુખ્ય એજન્ટ ઉમા બોમ્માડાને વેચવા માટે આરોપીઓ જઈ રહ્યા હતા.

તપાસમાં આવ્યું સામે મહત્વનું છે કે, આ મામલે ઝડપાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, આરોપીઓ પોતે પેટા એજન્ટ તરીકે કામ કરતા હતા. આ મામલે મુખ્ય એજન્ટ હૈદરાબાદની ઉમા નામની મહિલા છે, જેણે આ બાળકને 5 લાખ રૂપિયામાં એક વ્યક્તિને વેંચવાનો સોદો કર્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અલગ અલગ ટીમો બનાવીને હૈદરાબાદની મુખ્ય એજન્ટને પકડવા માટે કામગીરી શરૂ કરી છે. બીજી તરફ હિંમતનગરમાં આરોપીઓને બાળક વેચનાર આરોપી રેશ્માભાઈ રાઠોડને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.

મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા પકડાયેલા આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, તેઓ બાળકો માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, જેમાં બાળક દિકરી હોય તો ચોકલેટ અને દિકરો હોય તો તેને લોલીપોપ નામના કોડવર્ડનો ઉપયોગ કરીને તેની તસ્કરી (Human trafficking at SP Ring Road Ahmedabad) રતા હતા. આ જ પ્રકારે કોડવર્ડનો ઉપયોગ કરીને બાળકોની ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી આંધ્રપ્રદેશમાં તસ્કરી કરવાનું સમગ્ર રેકેટ ચલાવવામાં ઘણા સમયથી આવતું હતું.

ગયા વર્ષે હૈદરાબાદની મહિલા ઝડપાઈ હતી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Gomtipur Police Station) ફેબ્રુઆરી 2022માં નોંધાયેલા માનવ તસ્કરીના (Human trafficking at SP Ring Road Ahmedabad) ગુનામાં અનૂષા ઉર્ફે નંદીની મૂડાવત નામની હૈદરાબાદની મહિલાની ધરપકડ કરી હતી, જે મહિલા પણ આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. એટલે કે, ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં ગુમ થયેલા બાળકો અને તે બાળકોના મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કનેક્શન ખૂલે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહે છે.

ગયા વર્ષે અમરાઈવાડીથી ગુમ થયું હતું બાળક ગત વર્ષે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન (Amraiwadi Police Station) વિસ્તારમાં ત્રણ મહિનાનું બાળક અનુપમ ખોખરા રેલવે બ્રિજ પાસે ફૂટપાથ ઉપરથી ગુમ થયું હતું, જે મામલે હજી પણ બાળકની કોઈ પણ ભાળ મળી નથી. એટલે AHTU (Anti Human Trafficking Unit) દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી પર કામ કરતા માનવ તસ્કરીના (Human trafficking at SP Ring Road Ahmedabad) આરોપીઓની અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચોમોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ

2 પ્રકારે બાળ તસ્કરી બાળ તસ્કરી 2 પ્રકારે કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. રોડ (Human trafficking at SP Ring Road) રસ્તા પરથી શ્રમિક પરિવારના બાળકોને અપહરણ કરી લઈ જઈને તેનો સોદો કરી નાખવો. ને બીજો ગુજરાતના અલગ અલગ એજન્ટો દ્વારા ગ્રામ્ય તેમ જ સરહદ વિસ્તારના ગરીબ પરિવારના દંપતીને થોડી રકમ આપીને તેમનું બાળક લઈ તે બાળક લાખો રૂપિયામાં અન્ય જગ્યાએ વેચી નાખવું.

આ પણ વાંચોદેહ વેપારના ગુના સાથે સંકળાયેલા 3 આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા

આરોપી થાણેના રહેવાસી આ મામલે પકડાયેલો આરોપી મહારાષ્ટ્રમાં થાણે ખાતે (Thane Couple nabbed for Human trafficking) રહે છે અને ત્યાં એક NGO ચલાવતો હતો, પરંતુ તે મુખ્યત્વે બાળ તસ્કરીના એજન્ટ તરીકે જ કામ કરતો હતો. વર્ષ 2020માં મહારાષ્ટ્રના મલાડ ખાતે માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. બાળ તસ્કરીના સમગ્ર રેકેટમાં ત્રણ રાજ્યો, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કનેક્શન સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) હાલ તો વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ ગુનામાં વધુ અનેક બાળકોની તસ્કરીનો ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

Last Updated : Jan 10, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details