ગુજરાત

gujarat

ETV Bharat / state

થલતેજ વૉર્ડના ઉમેદવાર હિતેશ બારોટ મેયર પદ માટે ચર્ચામાં - gujarat news

અમદાવાદ શહેર ભાજપ માટે વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને રાજકારણમાં સક્રિય રીતે સામેલ કરી અમદાવાદના થલતેજ વિસ્તારની ટિકિટ ફાળવવામાં આવતા આશ્ચર્ય થઈ રહ્યું છે, પરંતુ ભાજપના ગણિત મુજબ કોર્પોરેશનમાં હવેનું મેયરપદ પુરૂષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયર પદ આપવામાં આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. હિતેશ બારોટ હાલ ADC અને GSC બેંકના ડિરેક્ટર છે.

હિતેશ બારોટ
હિતેશ બારોટ

By

Published : Feb 6, 2021, 9:33 PM IST

  • હિતેશ બારોટ 1997થી ગૃહ પ્રધાન અમિત શાહના નજીકના સાથી
  • હિતેશ બારોટ ADC બેંક અને GSC બેંકના ડિરેક્ટર
  • હિતેશ બારોટ બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહી ચૂક્યા છે

અમદાવાદ: અમિત શાહના નજીકના સાથી અને ભાજપમાં વર્ષોથી કાર્યકર્તા તરીકે કામ કરતા હિતેશ બારોટને થલતેજમાંથી કોર્પોરેટર માટેની ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદમાં ભાજપને આગળ વધારવામાં કામ કરનારા હિતેશ બારોટ જેવા કાર્યકરને અચાનક જ થલતેજ વૉર્ડમાંથી મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો આશ્ચર્યમાં મૂકાયા હતા, કેમ કે હિતેશ બારોટ વર્ષોથી સહકારી બેંકો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા.

પક્ષના વિરોધ વચ્ચે પણ પેટા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

વિધાનસભા પેટા ચૂંટણીમાં પહેલી વખત અમિત શાહને ટિકિટ આપી હતી. અમિત શાહની આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી. સામાન્ય રીતે સરખેજ વિધાનસભાની બેઠક પર તે સમયે પાટીદારોનું પ્રભુત્વ હતું. તેથી એચ. એલ. પટેલના નિધન બાદ આ બેઠક પર પાટીદાર ઉમેદવારને લડાવવા માટે ભાજપમાં ભારે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સરખેજની પેટા ચૂંટણી માટે અમિત શાહને ટિકિટ આપી દેતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો હતો, પરંતુ હાલ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે તે સમયે વિરોધ પક્ષ તો ઠીક પણ પોતાના પક્ષના વિરોધ વચ્ચે પણ પેટા ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

ABOUT THE AUTHOR

...view details