ગુજરાત

gujarat

ETV Bharat / state

અલ્પેશથી ઠાકોર સમાજ નારાજ, કહ્યું- અલ્પેશ ઠાકોરે સમાજને દગો આપ્યો - GujaratiNews

અમદાવાદ: ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરથી સમગ્ર ઠાકોર સમાજ નારાજ છે. અલ્પેશ ઠાકોરે લીધેલા નિર્ણયનો સમાજ વિરોધ કરી રહ્યી છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે સમાજને પૂછ્યા વગર પોતાના હિત માટે નિર્ણયો લીધા હતા. તેથી અલ્પેશે સમાજને દગો આપ્યો છે.

રમેશજી ઠાકોર

By

Published : Apr 19, 2019, 9:48 PM IST

અલ્પેશ ઠાકોરથી નારાજ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 2011માં ક્ષત્રિય ઠાકોર સેના અને રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું નિર્માણ થયું હતું. જેના વિવિધ ઉદ્દેશો સમાજના હિત માટેના હતા, પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જ અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. અલ્પેશ ઠાકોર પોતાના નિર્ણય માટે સમાજને કંઈ પૂછ્યું ન હોતું. અલ્પેશે સેનાનો વિશ્વાસ તોડ્યો હતો એટલે જ રોયલ ક્ષત્રિય સેના નિર્માણ કરવામાં આવ્યું. જેમાં ઠાકોર સેનાના તમામ લોકો મોટાભાગે જોડાયા હતા.

રમેશજી ઠાકોર

અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પણ જ્યારે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 10 મુદ્દાઓ સાથે તેમની સાથે મુલાકાત કરવામાં આવી હતી, ત્યારે અલ્પેશ ઠાકોરે કોઈ જવાબ આપ્યો ન હતો. આ અંગે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખે જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને સમાજ દ્વારા સમર્થન આપવામાં નહી આવે.

વધુમાં રમેશજી ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સેનાની રચના થઇ ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહને અલ્પેશ ઠાકોરના નેતૃત્વ નીચે બેઠક યોજાઇ હતી. જેમાં 14 વિધાનસભાની ટિકીટ અને 10 બોર્ડ નિગમના ચેરમેન પદ ઠાકોર સમાજને આપવાની વાત થઈ હતી.પરંતુ અલ્પેશ ઠાકોરના કારણે ડીલ કેન્સલ કરવામાં આવી હતી.અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે બંધ બારણે બેઠક કરી અને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો તેથી સમાજ અલ્પેશથી નારાજ છે

ABOUT THE AUTHOR

...view details