અમદાવાદઃ કોરોનાકાળમાં જ્યાં એકતરફ બધાં પ્રકારની પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ હતી તેવામાં અમદાવાદીઓને કૂતરાં કરડવાની ઘટનાઓ સતત બની છે. જોકે લોકડાઉનમાં એટલે કે માર્ચથી મે મહિના સુધીમાં જ 12,731 લોકોને શ્વાન કરડ્યાં છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં - Dog castration
અમદાવાદ મનપા રખડતા કૂતરાંઓનો ત્રાસ દૂર કરવા માટે દર વર્ષે મોટા પાયે ખર્ચ કરે છે. પરંતુ હકીકત એ છે કે કૂતરાંનો ત્રાસ દૂર થયો નથી. એક અંદાજ મુજબ શહેરની 65 લાખની વસતી સામે 3 લાખ જેટલા રખડતાં શ્વાન છે. કોર્પોરેશન શ્વાનના ખસીકરણ પાછળ વર્ષે 3 કરોડનો ખર્ચ કરે છે. જો કે, નાગરિકોને કૂતરાં કરડવાના બનાવો મોટાપાયે સામે આવતાં રહે છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં
જ્યારે જાન્યુઆરીથી મે સુધીમાં કુલ 27,620 લોકોને શ્વાને બચકાં ભર્યા છે. અમદાવાદીઓને કોરોનાની સાથે સાથે રખડતા શ્વાનનો પણ ડર સતાવી રહ્યો છે.