ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, હાટકેશ્વરમાં 3 બાઈકને આગ ચાંપી - ETVBharatGujarat

અમદાવાદઃ શહેરમાં અસમાજિક તત્વોનો વધુ એક નવો આતંક સામે આવ્યો છે. હાટકેશ્વર સર્કલ નજીક મહેશ્વરી સોસાયટી પાસે મોડી રાત્રે અસામાજિક તત્વો ત્રણ જેટલી બાઈકને આગ લગાવી ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ
અમદાવાદના હાટકેશ્વરમાં અસામાજિક તત્વો બેફામ, 3 બાઈક સળગાવી

By

Published : Jan 27, 2020, 4:47 PM IST

અમદાવાદ શહેરમાં સૌથી વધુ ક્રાઈમ રેટ ધરાવતાં વિસ્તાર પૈકીના હાટકેશ્વરમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો હંગામો મચાવ્યાની ચકચાર છે. મેગાસિટી અમદાવાદમાં વાહનોની ચોરી થવાની ઘટનાથી અનેક વખત બનતી હોય છે. પરંતુ એકસાથે ત્રણ બાઇકને આગ લગાવાની ઘટના પહેલી વખત સામે આવી છે. હાટકેશ્વર સર્કલ સ્મશાનગૃહ નજીક આવેલી મહેશ્વરી સોસાયટી પાસે મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ આવો આતંક મચાવ્યો હતો.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, હાટકેશ્વરમાં 3 બાઈકને આગ ચાંપી

અજાણ્યા અસામાજિક તત્વો રોડ પર પાર્ક કરેલી ત્રણ જેટલી બાઈકને આગ ચાંપીને સળગાવી ફરાર થઈ ગયાં હતાં.ઉલ્લેખનીય છે કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન પણ આ તત્વોએ અનેક વાહનોમાં હથિયારો સાથે આતંક મચાવી તોડફોડ કરી હોવાની ઘટના અગાઉ બની ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details