ગુજરાત

gujarat

ETV Bharat / state

Naranpura Sports Complex: નારણપુરામાં નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ટેન્ડર પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી

અમદાવાદના નારણપુરામાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ( Naranpura Sports Complex)માટેની ટેન્ડર પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારાયેલી છે. વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ (World class sports complex)તૈયાર થાય તે પહેલાં જ આ બાબત ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી છે. અરજદાર કંપનીની કોર્ટમાં રજૂઆત હતી કે તેમની પાસે ધારાધોરણ અને જરૂરિયાત મુજબનો અનુભવ છે, છતાં તેમને ટેન્ડર આપવામાં આવેલુ નથી.

Naranpura Sports Complex: નારણપુરામાં નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ટેન્ડર પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી
Naranpura Sports Complex: નારણપુરામાં નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ટેન્ડર પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી

By

Published : Apr 14, 2022, 10:28 AM IST

અમદાવાદઃશહેરના નારણપુરામાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ( Naranpura Sports Complex)માટેની ટેન્ડર પ્રક્રિયાને ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિઅર લિ. દ્વારા હાઈકોર્ટમાં પડકારાયેલી છે. નારણપુરા વિસ્તારમાં તૈયાર થનાર વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ (World class sports complex) તૈયાર થાય તે પહેલાં જ આ બાબત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચી છે. ક્યુબ કન્સ્ટ્રકશન એન્જીનિયરીંગ લીમીટેડ તરફથીગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ પ્રક્રિયાને પડકારવામાં આવી છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટેની ટેન્ડર પ્રક્રિયા -અરજદાર કંપનીની કોર્ટમાં રજૂઆત હતી કે તેમની પાસે ધારાધોરણ અને જરૂરિયાત મુજબનો અનુભવ છે. છતાં તેમને ટેન્ડર આપવામાં આવેલુ નથી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામના ટેન્ડરની જોગવાઈ અને શરતો મુજબ કંપની પાસે પૂરતો અનુભવ છે. જો કે તેને અવગણીને તેમને ટેન્ડર પ્રક્રિયામાંથી હટાવાયા છે. કંપનીએ થીમ પાર્ક, આઉટડોર અને ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવેલા છે.

આ પણ વાંચોઃSports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર

આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ -રાજ્ય સરકારની રજૂઆત હતી કે સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માગે છે. આ તમામ તૈયારીઓ વર્ષ 2036ના ઓલિમ્પિકના ભાગ રૂપે થઈ રહી છે. વર્ષ 2025માં કમિટીના સભ્યો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેવાના છે.

ઈન્ડોર અને આઉટડોરની વિવિધ રમતો -તો બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે રમગ ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહ મળે, રમતવીરો, રમત ગમતને પ્રોત્સાહન મળે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા રમતવીરોને મળે. જેમાં ઈન્ડોર અને આઉટડોરની વિવિધ રમતોનો સમાવેશ થાય છે. આ પ્રકારની સુવિધા આપવા માટે વિવિધ ધારાધોરણનો અમલ કરવાનો હોય છે.

આ પણ વાંચોઃGujarat Budget 2022: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ

આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનો અનુભવ જરૂરી -સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે સ્પર્ધાત્મક અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનો અનુભવ જરૂરી છે. જે આ કંપની પાસે નથી. તેમની પાસે ચિલ્ડ્રન થીમ પાર્ક બનાવવાનો જ અનુભવ છે. કંપનીને ખબર છે કે, તેમની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની શરતો મુજબનો અનુભવ નથી. જેથી તેમણે આમાં રાહત આપવાની માગ સાથે રજૂઆત કરેલી જે વાતને સરકારે નકારી છે અને સરકારે તેમના ટેન્ડરને નકાર્યું છે.

ચાર કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધો -અત્રે એ નોંધનીય છે કે ,નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંદાજે રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર થવાનો છે. તેની ટેન્ડર પ્રક્રિયામાં ચાર કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધેલો છે. આ મામલે 3 કલાક થી વધુ ચાલેલી સુનાવણીમાં કોર્ટે ટકોર કરી કે બને પક્ષો દ્વારા જરૂરથી વધારે સમય લેવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details