અમદાવાદને પ્રદુષણમુક્ત કરવાનો સંકલ્પ, 300 ઈલેકટ્રીક બસો શરુ થશે - vijay nehra
અમદાવાદઃ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા માટે અમદાવાદ વહીવટીતંત્રએ કમરકસી છે. આ અભિયાનના ભાગરૂપે 300 ઈલેક્ટ્રીક બસોના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.
અમદાવાદને પ્રદુષણમુક્ત કરવાનો સંકલ્પઃ 300 ઈલેકટ્રીક બસ શરુ થશે
અમદાવાદમાં વધુ 300 ઇલેક્ટ્રિક બસોનું ટેન્ડર મંજૂર કરાયું છે. દેશભરમાં ઇલેક્ટ્રિક બસોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર બની રહેશે. અમદાવાદ જનમાર્ગની બોર્ડ મીટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTSની કુલ 700 અને જનમાર્ગ BRTSની 255 બસો દ્વારા રોજિંદા 7 થી 8 લાખ જેટલા મુસાફરોને જાહેર પરિવહનની સેવાનો લાભ મળી રહે છે.