અમદાવાદઃ સમગ્ર ગુજરાતના મોટા મંદિરો આજથી વિધિસર રીતે ખૂલશે. આ મંદિરોને વિશિષ્ટ તકેદારીઓ સાથે ખોલવાની મંજૂરી ગુજરાત સરકારે આપી છે. અન્ય ધર્મોના ધાર્મિક સંસ્થાનો પણ સોમવારથી ખુલશે. આ માટે આ ધાર્મિક સંસ્થાનોને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. તેમજ તેમાં દર્શન માટે પણ સોશિયલ ડિસ્ટનસના નિયમોનું પાલન કરવામાં આવશે.
અમદાવાદના ઇસ્કોન મંદિરની વાત કરવામાં આવે તો, અહીં આવનારા દરેક ભક્તને તેને સેનેટાઈઝરથી હાથ સાફ કરવાના રહેશે. દરેક વ્યક્તિનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. દરેક વ્યક્તિને ટોકન આપવામાં આવશે. એક સાથે ફક્ત 25 દર્શનાર્થીઓને જ મંદિરમાં પ્રવેશ કરીને ભગવાનના દર્શન કરી શકશે. તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને માસ્ક ફરજિયાત પહેરવા પડશે. આ ઉપરાંત અહીં અપાતા પ્રસાદનું વિતરણ હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે. કોરોના વાઇરસને લઈને મંદિર તંત્ર દ્વારા આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં આજથી ખુલશે મંદિરો, આ 25 ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે - કોરોના વાઇરસ ન્યૂઝ
કોરોના વાઇરસને પગલે અપાયેલા લોકડાઉન બાદ 8 જૂનથી લગભગ અઢી મહિના બાદ સમગ્ર રાજ્યમાં મંદિરો, મસ્જિદો અને જીનાલયો જેવી ધાર્મિક સંસ્થાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જે માટે મંદિરો દ્વારા પણ તકેદારીના ભાગ રુપે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
1. સૌપ્રથમ તો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધાર્મિક સ્થાનો બંધ રહેશે 2.સામૂહિક આરતી કે પૂજા કરી શકાશે નહીં
3 ફક્ત કોરોના વાયરસના લક્ષણ વગરના વ્યક્તિઓને જ મંદિરમાં પ્રવેશવાની છૂટ અપાશે
4.મંદિરોએ લોકોની જાગૃતતા માટે પોસ્ટરો લગાવવાના રહેશે અને વિડિઓ તેમજ ઓડિયો ચલાવવાના રહેશે
5.પ્રત્યેક વ્યક્તિએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
6.સામૂહિક આરતી,પૂજા, ભજન કે સત્સંગ કરી શકાશે નહીં
7.ચપ્પલ પોતાના વ્હીકલ પર જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે
8.પાર્કિંગનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવાનું રહેશે
9.દુકાન અને સ્ટોલમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે અંગે પણ કાળજી રાખવાની રહેશે
10.મુલાકાતીના પ્રવેશ અને બહાર નીકળવાની કતારો અલગ રાખવાની રહેશે
11.મંદિરની અંદર વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ
12. મૂર્તિઓ તેમજ પુસ્તકોને સ્પર્શવાની અનુમતિ અપાશે નહીં, ઘંટારવનો પણ ઉપયોગ કરી શકાશે નહીં
13.દાન પેટીને પણ વારંવાર સેનિટાઈઝ કરવાની રહેશે
14. શારીરિક સંપર્ક કરવાનો રહેશે નહીં
15.મંદિરની અંદર પ્રસાદની વ્યવસ્થા કરી શકાશે નહીં
16.સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે
17.સેનિટાઈઝર કે સાબુ વડે હાથ સાફ કરવાના રહેશે
18.માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે
19. દર્શન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે
20.ભક્તોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાશે
21.રેલિંગને વારંવાર સેનિટાઈઝ કરવાની રહેશે
22.પવિત્ર જળનો છટકાવ કરી શકાશે નહીં
23.વપરાયેલ માસ્ક અને મોજાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે
24.ધાર્મિક જાહેર પરીસરને વારંવાર જંતુમુક્ત કરવાનું રહેશે
25.જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ જણાય તો સરકારી હેલ્પલાઇન કે ડોકટરનો તુરંત સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.