જ્યાં લાંબી ઇનિંગ બાદ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલના અંત સુધીમાં અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શહેરમાં અસહ્ય ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમ હવાઓ અને લૂના કારણે માંદગીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા શેરડીનો રસ નાળિયેર પાણી વગેરેનો સહારો લઈ રહ્યા છે, અત્યંત ગરમીને કારણે શહેરના રસ્તાઓ સૂના થઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ શહેરમાં હીટવેવની આશંકા હતી. શહેરમાં વાતાવરણમાં ગરમાટો અને તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરનું તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયુ છે. કંડલા એરપોર્ટનું તાપમાન ૪૬.૮ ડિગ્રી નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૪.૭ ડિગ્રી નોંધાયું છે.