ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Temperature : અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને AMCએ  શહેરમાં યેલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીને લઈને લોકોની સાવચેતી માટે મહત્વનો નિર્ણય કર્યો છે. AMC લોકોને રાહત મળી રહે તે માટે શહેરના તમામ ગાર્ડન અને સિગ્નલ લઈને નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શહેરમાં વધારે તાપમાન રહેવાની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Ahmedabad Temperature : કાળઝાળ ગરમીને લઈને AMCએ લોકોને આપી રાહત
Ahmedabad Temperature : કાળઝાળ ગરમીને લઈને AMCએ લોકોને આપી રાહત

By

Published : Apr 10, 2023, 6:19 PM IST

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ, ઠંડી અને ગરમીનો વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે ગરમી જોવા મળી રહી છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બપોરના સમય બંધ રહેતા ગાર્ડનને ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે.

સવારે 6 વાગે ખુલશે ગાર્ડન :સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ ટેલીફોનની વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારે 6થી બપોરના 12 અને સાંજના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીનું પ્રમાણ વધતું જતું હોવાને કારણે મ્યુનિસિપલ હસ્તક આવેલા તમામ ગાર્ડન અને સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી બપોરના સમય પણ શહેરના લોકો ગાર્ડનમાં આવીને ઠંડકમાં બેસી શકે અને ગરમીથી રાહત મેળવી શકાય.

આ પણ વાંચો :Health Tips : ગરમીથી થતાં ડિહાઇડ્રેશનથી બચવું છે? ભોજન અને પીણાં બાબતે ડોક્ટરની સલાહ માનો

સિગ્નલ પર લીલી ઝાળી બાંધવામાં આવશે :વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સવારથી રાત સુધી મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે. જેમાં સિગ્નલે મોટી સંખ્યામાં વાહનો ઉભા રહેતા હોય છે, ત્યારે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા જંકશન પર ટુ-વ્હીલરને વધારે તાપ ન લાગે તે માટે લીલી જાડી બાંધવામાં આવશે. જેથી કરીને સિગ્નલ પર ઊભા રહીને પણ થોડી ઘણી ગરમીથી રાહત મેળવી શકાય, તેવા પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં કયા કયા જંકશન પર લીલી જાળી બાંધવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :Meteorological Department News : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ

આગામી 5 દિવસ યલો એલર્ટ :હવામાન વિભાગ દ્વારા આગામી 11 એપ્રિલથી 15 એપ્રિલ સુધી શહેરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવી શક્યતાઓ દર્શાવી છે. જેના પગલે શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી ભારે ગરમીનું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે હવે આગામી સમયમાં અમદાવાદ શહેરમાં અંદાજે 41 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details