અમદાવાદઃ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રાત્રિના સમયનું લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી રહેશે અને બપોરે મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી રહેશે. ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતારીને બપોરે રોડ શો કરતાં કરતાં મોટેરા સ્ટેડિયમ આવશે, ત્યારે ગરમીના પારો ઊંચે હશે. જો કે ટ્રમ્પ વૉશિગટનથી આવવાના છે, વૉશિગટનમાં તાપમાન માઈનસમાં ચાલી રહ્યું છે. જેથી ટ્રમ્પ પરિવારને ભારતના વાતાવરણમાં ગરમીનો અહેસાસ થશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર ટ્રમ્પના સ્વાગત માટે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે કોઈ કચાશ રાખવા માંગતા નથી. તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ રહી છે. પણ સાબરમતી વિસ્તારમાં આવેલ મોટેરા સ્ટેડિયમની એક કવૉલીટી બહુ જ ખરાબ સ્થિતીમાં છે.
તો આ કારણથી અમદાવાદનું તાપમાન ટ્રમ્પને કરશે હેરાન ! - 24 February 2020
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રોડ રસ્તાની સફાઈ પુરજોશમાં ચાલી રહી છે, પણ આ બધાની વચ્ચે 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમની એર કવૉલીટી સારી નહી હોય અને તે દિવસથી તાપમાનમાં પણ વધારો જોવા મળશે. ટ્રમ્પ પરિવારને ભારે ગરમી સહન કરવી પડશે.
રિપોર્ટ મુજબ ચાંદખેડા વિસ્તારમાં પીએમ 2.5 સ્તર વેરી પુઅર શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. હવાની ગુણવત્તા ત્યારે સારી માનવામાં આવે છે કે જ્યારે પીએમ 10 ઝીરોથી 50ની વચ્ચે હોય. પણ મોટેરા સ્ટેડિયમના વિસ્તારમાં 2.5 પીએમ 121 નોંધાયું હતું. અને 10 પીએમ 209 રેકોર્ડ હતું. અધિકારીઓના કહેવા પ્રમાણે કાર્યક્રમવાળા દિવસે ભારે માત્રામાં વાહનોની અવરજવર અને લોકોની વધુ સંખ્યાને પગલે હવાની સ્થિતી વધુ પ્રદુષણવાળી થઈ શકે છે.
તાપમાનની વાત કરીએ તો, વૉશિગટનમાં તાપમાન માઈનસ 1થી 3 ડિગ્રી છે, અને ટ્રમ્પ પરિવાર જ્યારે અમદાવાદ આવશે ત્યારે અમદાવાદનું તાપમાન 35-36 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદમાં ટ્રમ્પ ખરા બપોરે રોડ શો કરનાર છે, ત્યારે ટ્રમ્પ પરસેવે રેબઝેબ થશે.