અમદાવાદ કોર્પોરેશને ટેલિકોમ કંપનીને ટેકસ બાબતે પાઠવી નોટિસ અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ વિભાગ શહેરની જનતાને અલગ અલગ સ્કીમ આપીને લોકોને ટેક્સ આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટેક્સ બુક દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનું રિબેટ પણ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "ONE TIME SETTLEMENT" અંતર્ગત કોર્પોરેશન 700 કરોડની ટેક્સની આવક થઈ છે, ત્યારે હવે ભારતી એરટેલ, આઈડિયા, વોડાફોન, ટાટા ટેલી સર્વિસ જેવી ટેલીકોમ કંપનીઓને પણ ટેક્સ બાકી હોવાથી તેમને ચેતવણી રૂપે નોટિસ આપવામાં આવી છે.
જ્યારે 100 ટકા વ્યાજ માફી અને એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને 15 ટકા જેટલી માતબર રકમ આપવામાં આવી તેમ છતાં જો કોઈ કરદાતા ટેક્સ રકમ નથી ભરતા તો તેવા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ આંખ કરશે. જેમાં ખાસ કરીને સેકટર પ્રમાણે નોટિસ પાઠવવામાં આવશે. હાલ ટેલિકોમ સેકટરનો 2 કરોડ જેટલો ટેક્સ બાકી હોવાથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આગામી સમયમાં હોટલ, હોસ્પિટલ સેક્ટરને પણ નોટિસ પાઠવવામાં આવશે. - જૈનિક વકીલ (રેવન્યુ કમિટી ચેરમેન)
ટેલિકોમ કંપનીને નોટિસ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ટેલિકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલી પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ જીવી ટેલિકોમ કંપનીઓના ટેક્સ બાકી છે. આ તમામ ટેલીકોમ કંપનીઓને છેલ્લી ચેતવણી આપી નોટિસ આપવામાં આવી છે. જો બાકીનો ટેક્સની રકમ ભરવામાં નહીં આવે તો તે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજને તથા એસ્ટેટ ડિપાર્ટમેન્ટને જાણ કરી જ્યાં સુધી પૂરેપૂરો ટેક્સની વસૂલાત ન થાય ત્યાં સુધી આ તમામ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ આપવામાં ન આવે તેવી જાણ કરવામાં આવશે. જેથી આ તમામ કંપનીઓને કેબલ નાખવા માટે રોડ ઓપનિંગ પરમિટ મળશે નહીં. જો બાકીની ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ 45 અને 46 મુજબ સીલીંગ કરી તેની હરાજી કરવાની કાર્યવાહી કરવા આવશે.
કોનો કેટલો ટેક્સ બાકી :ટેલિકોમ સેક્ટરની કંપનીઓના બાકી ટેક્સની વિગતની વાત કરવામાં આવે તો, વોડાફોન પાસેથી 6,95,248, આઈડિયા પાસેથી 9,75,712, ટાટા ટેલી સર્વિસ 4418824, ભારતી એરટેલ 1603749, ગુજરાત ટેલી લીન્ક 4407335, રિલાયન્સ કોમ્યુનિકેશન 10013862 આમ કુલ મળીને 22114750 જેટલી જંગી રકમ બાકી છે.
- Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી
- Ahmedabad News : કરોડાના ખર્ચ છતાં કોઈ પ્રકારનું હવા પ્રદુષણમાં સુધારો જોવા ન મળતા કોંગ્રેસના પ્રહાર
- Ahmedabad News : મેગા સિટીની શાન વધારવા શાહ 361 કરોડના વિકાસી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે