ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાલો, તેજસ એક્સપ્રેસનો કરીએ પ્રવાસ...ETV ભારતને સંગ... - તેજસ ટ્રેન

તેજસ એક્સપ્રેસ: અમદાવાદ રેલવે સ્ટેશનથી સવારે IRCTCની ખાનગી ટ્રેન શરૂ થઈ છે. જે સાંજે 4.30 કલાકની આસપાસ મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યારે તેજસ ટ્રેન મુંબઇ પહોંચી હતી, ત્યારે મુંબઈ રેલ વિભાગ દ્વારા ઢોલનગારાં વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી મુંબઇ સુધીની સફર કરતાં મુસાફરો સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. મુસાફરોએ તેજસ એક્સપ્રેસની પ્રથમ મુસાફરી કેવી લાગી તે અંગે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.

તેજસની પહેલી ટ્રીપ
તેજસ એક્સપ્રેસ પહોંચી મુંબઇ

By

Published : Jan 17, 2020, 9:59 PM IST

Updated : Jan 17, 2020, 10:10 PM IST

તેજસ એક્સપ્રેસની સફરનો આજે પ્રથમ દિવસ હતો. આ ટ્રેનની વિશેષતાઓને સંદર્ભે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે આ ટ્રેનની સ્પેશિયાલિટી અંગે વિગતે જાણવું રસપ્રદ બન્યુ. ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસમાં તમામ vip પ્રકારની વ્યવસ્થાઓ મૂકવામાં આવી છે મહત્વની જો વાત કરવામાં આવે તો મુસાફરો માટે એલઈડી સ્ક્રીન ઇન્ટરનેટ કનેકટીવિટી વાઇ-ફાઇની સુવિધા આ ઉપરાંત સીટ ઉપર જ આરામથી ઉંઘી શકે તેવી ખાસ સીટ પણ ટ્રેનમાં મૂકવામાં આવી છે.

ચાલો, તેજસ એક્સપ્રેસની મુસાફરીએ...ETV ભારતને સંગ...

આ ઉપરાંત રીતે ફ્લાઈટમાં એર હોસ્ટેસ મુસાફરોને નાસ્તો અને પાણી સર્વ કરે છે તેવી જ રીતે તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં પણ ખાસ મહિલા અને પુરુષ હોસ્ટ હોસ્ટ તરીકે રાખવામાં આવ્યાં છે..આ સાથે જ મુસાફરોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક સીટ ઉપર એક પેનીક એટલે કે હેલ્પ બટન પણ મુકવામાં આવ્યું છે.જે બટન દબાવતાં જ ટ્રેન હોસ્ટેસ મુસાફરો પાસે આવીને મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ફ્લાઇટ્સમાં સુવિધા આપવામાં આવી છે તેવી જ સુવિધા તેજસ એક્સપ્રેસમાં આપવામાં આવી છે.

આજે 17મીએ અમદાવાદથી સવારે 11 કલાકે CM વિજય રૂપાણીએ તેજસ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી હતી. જે સાંજે 4 કલાકની આસપાસ મુંબઇ આવી હતી અને ત્યારબાદ 15.17 મિનિટે અમદાવાદ જવા ટ્રેન રવાના કરવામાં આવી હતી..

Last Updated : Jan 17, 2020, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details