ગુજરાત

gujarat

ETV Bharat / state

Teesta Setalvad Case : તિસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો, આ અરજી Not Before Me - જસ્ટિસ સમીર દવે

તિસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો થયો છે. તિસ્તા સેતલવાડે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. તેને જસ્ટિસ સમીર દવે દ્વારા નોટ બીફોર મી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, તિસ્તા સેતલવાડે ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે.

Teesta Setalvad Case
Teesta Setalvad Case

By

Published : Aug 3, 2023, 4:00 PM IST

Updated : Aug 3, 2023, 6:39 PM IST

અમદાવાદ :વર્ષ 2002 ના રમખાણના કેસમાં ગુજરાત સરકારને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદને રદ કરવા માટે તિસ્તાએ ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી હતી. જેમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કેસમાં જસ્ટિસ સમીર દવેએ આ અરજીની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા. જસ્ટિસ સમીર દવેએ આ અરજીને નોટ બીફોર મી કરી છે.

જસ્ટિસ સુનાવણીમાંથી દૂર : જસ્ટિસ સમીર દવેએ આ કેસમાંથી નોટ બીફોર મી કરતા જણાવ્યું હતું કે, મારી સામે નહીં તેને અન્ય બેન્ચને સોંપવા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરો. તિસ્તા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જ અરજી કરવામાં આવી છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેની સામે જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. એસ.આઇ.ટી સહિતની જે પણ તપાસ કરવામાં આવી છે તે ફરિયાદ રદ કરવામાં આવે.

શું હતો મામલો ? તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે. જેમાં તિસ્તા સેતલવાડ સામે ગુજરાતમાં વર્ષ 2002 ના કોમી રમખાણોમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ સામે ખોટા પૂરાવા અને સાક્ષીઓ ઉભા કરવાનો આક્ષેપ છે. આવા કાવતરાથી નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતા હતી.

તિસ્તાના કોર્ટના ધક્કા : ઉલ્લેખનીય છે કે, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ ફગાવી ચૂકી છે. તો હાઈકોર્ટ દ્વારા પણ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત આપવામાં આવી હતી.

તિસ્તાની અરજી : અત્રે મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા તરત જ તિસ્તા સેટલવાડે ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાતમાં વર્ષ 2002 ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ અંતર્ગત સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનાવણી ચાલી રહી છે.

  1. Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો
  2. Teesta Setalvad: તિસ્તા સેતલવાડની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી, સંજીવ ભટ્ટના વકીલે દસ્તાવેજ માગ્યા
Last Updated : Aug 3, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details