પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના સિંધુ ભવન રોડ પર એલેન ટ્યુશન કલાસિસ આવેલા છે. જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ગળું દબાવીને માર માર્યો હતો. આ અંગે વિદ્યાર્થીના વાલીને જાણ થતા રોષે ભરાયા હતા અને મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
અમદાવાદના ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે વિદ્યાર્થીને ગળું દબાવી માર માર્યો, ઘટના CCTVમાં કેદ - એલેન ટ્યુશન કલાસિસ
અમદાવાદ: શહેરના ખાનગી ટ્યુશન ક્લાસિસમાં શિક્ષકે પોતાનો ગુસ્સો વિદ્યાર્થી પર ઊતાર્યો હતો. શિક્ષકને ગુસ્સા પર કાબૂ ન રહેતા વિદ્યાર્થીનું ગળું દબાવીને માર માર્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ ઘરે વાલીને જાણ કરતા વાલી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યા શિક્ષક પણ હાજર રહ્યા હતા. બંને પક્ષોને અમદાવાદ પોલીસે સમજાવી સમાધાન કર્યું હતું.
Ahmadabad
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો પણ મચાવ્યો હતો. વિદ્યાર્થીને મારનાર શિક્ષક પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વાલીને સમજાવતા અંતે સમાધાન થયું હતું. વિદ્યાર્થીને ગળું દબાવીને માર મારવાની ઘટના CCTV માં પણ કેદ થઈ હતી.