અમદાવાદ:પહેલી એપ્રિલથી ટોલ ટેક્સમાં 10થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ 49 ટોલ ટેક્સના બુથ પર આ ભાવ વધારાની અસર પડી છે. વડોદરા અને અમદાવાદ એક્સપ્રેસ હાઈવ પર ટોલ ટેક્સમાં 10-15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 49 ટોલ બુથ પર ટેક્સમાં વધારો: નેશનલ હાઈવે ઓર્થોરીટીના હાઈવે પર 816 ટોલ ટેક્સના બુથ આવે છે. તે પૈકી ગુજરાતમાં 49 ટોલ બુથ આવે છે. એટલે કે ગુજરાતના તમામ 49 ટોલ ટેક્સના બુથ પર આ ભાવ વધારાની અસર પડી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.
નડીયાદ-આણંદનો ટોલ ટેક્સ વધ્યો:અમદાવાદથી નડીયાદની સીંગલ ટ્રીપ માટે રુપિયા 65 અને રીટર્ન ટ્રીપના રુપિયા 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રુપિયા 85 અને રીટર્ન ટ્રીપ રુપિયા 125 થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘુ થશે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 ટકાનો વધારો કરાયો છે.
આ પણ વાંચો:Ahmedabad Vadodara Express Highway: ટોલ ટેક્સના દર વધતા કોંગ્રેસે કહ્યું, સરકારના અચ્છે દિન
ઉત્તરપ્રદેશમાંથી સૌથી વધુ આવક: એક રીપોર્ટ અનુસાર દેશમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશના લોકો ટોલ ટેક્સ ચુકવે છે. ઉત્તરપ્રદેશમાંથી 2021-22માં રૂપિયા 4183 કરોડની સૌથી વધુ આવક થઈ હતી. બીજા નંબરે રાજસ્થાનમાંથી વર્ષ 2021-22માં રૂપિયા 3,933 કરોડની આવક થઈ હતી. તેમજ ત્રીજા નંબરે ગુજરાત આવે છે. ગુજરાતમાંથી ટોલ ટેક્સ પેટે 2021-22માં કુલ રૂપિયા 3642 કરોડની આવક થઈ હતી.
આ પણ વાંચો:Toll Tax: કામરેજ ટોલ પ્લાઝામાં સ્થાનિક વાહનચાલકોએ નહીં ભરવો પડે ટોલ, 10મી સુધી રાહત
વર્ષે 3600 કરોડની આવક:રાજ્યસભામાં એક પ્રશ્ન પુછાયો હતો અને કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા તેનો જવાબ અપાયો હતો. તે મુજબ ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 14,000 કરોડથી વધારે ટેક્સની આવક નોંધાઈ છે. દેશની વાર્ષિક એવરેજ આવકમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલ ટેક્સની આવકમાં 60 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22ની વાત કરીએ ભારત દેશને નેશનલ હાઈવ પર કુલ રૂપિયા 34,742 કરોડની આવક થઈ છે.