અમદાવાદ : ટાટા આઈપીએલ 2023ની અડધી સિઝન પૂર્ણ થઈ ચૂકી છે. મોટાભાગની મેચ ખૂબ જ અસર કરશે જોવા મળી રહી છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પાંચ વખત IPLની ટ્રોફી જીતનાર મુંબઈ ઇન્ડિયન સામે સાંજે 07:30 કલાકે રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનને અનુકૂળ હોવાથી આજની મેચમાં ચોગા છક્કાની રમઝટ જોવા મળી આવી શકે છે. બીજીતરફ મેચ જોવા આવનારા ક્રિકેટચાહકોના વાહનોના પાર્કિગ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે. લોકોએ વાહન પાર્કિંગ માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન ફરજિયાત એડવાન્સ બુક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત ટાઇટન્સ હારનો સિલસિલો તોડવા પ્રયાસ કરશે: ગુજરાત ટાઈટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ વર્ષે ત્રણ મેચ રમી છે. જેમાં પ્રથમ મેચમાં ચેન્નઈને હરાવી હતી. પરંતુ ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અને રાજસ્થાન રોયલ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને ગુજરાત ટાઇટન્સ આજ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારનો સિલસિલો અટકાવવા માટે મેદાનમાં ઉતરશે. જ્યારે બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ પણ પોતાની ચોથી જીત માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો IPL 2023: વિરાટ કોહલીને RR સામેની મેચમાં 24 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે
મુંબઈ ઇન્ડિયન્સ પુરી તાકાત લગાવશે : બીજી બાજુ મુંબઈની વાત કરવામાં આવે તો રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ છેલ્લી કેટલીક મેચમાંથી સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ પણ આક્રમક બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તિલક વર્મા પણ મિડલ ઓવરમાં આવીને સારું બેટિંગ કરી રહ્યો છે. ત્યારે બોલિંગ લાઈનમાં બુમરાહ ના હોવાથી ક્યાંક ને ક્યાંક બોલિંગ નબળી જોવા મળી રહી છે. અર્જુન તેંડુલકર અને જોફ્રરા આર્ચર જેવા ફાસ્ટ બોલરો પણ ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે.