ગુજરાત

gujarat

ETV Bharat / state

Tata IPL 2023 FINAL: ગુજરાત ટાઈટન્સ ઇતિહાસ સર્જશે કે પછી ધોનીની ટીમ લઈ જશે IPLની પાંચમી ટ્રોફી ? આજે થશે ફેંસલો - TATA IPL 2023 FINAL MATCH

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગે ગુજરાત ટાઇન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં અત્યાર સુધી 4 વખત ટ્રોફી જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે.

IPL 2023 FINAL
IPL 2023 FINAL

By

Published : May 28, 2023, 3:05 PM IST

સાંજે 7 વાગે ગુજરાત ટાઇન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ

અમદાવાદ:વિશ્વ સૌથી મોંઘી અને લોકપ્રિય લીગ જેમાં દરેક દેશના ખેલાડી રમવાની ઈચ્છા હોય છે. આ લીગના કારણે ભારતના ઘણા બધા યુવા ખેલાડી સારું પ્લેટફોર્મ પણ મળ્યું છે.ત્યારે IPL 16મી સિઝન ફાઇનલ આજ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

ચેન્નઈ સુપરકિંગ્સ 14મી વખત ફાઇનલ રમશે: IPLના ઇતિહાસની સૌથી સફળ ટીમ ચેન્નઇ સુપરકિંગ્સને માનવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધીની સિઝનમાં 14 વખતે ફાઇનલ રમીશ છે. જેમાંથી ચાર વખત ટ્રોફી તેને પોતાના નામે કરવામાં સફળ રહી છે. આ તમામ ટ્રોફી ભારતના પૂર્વ સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં જ તેમને પ્રાપ્ત કરી હતી. આ વખતે પણ ચેન્નઈ સુપર કિંગ્સમાં T20 સ્ટાર પ્લેયર ન હોવા છતાં પણ શાનદાર દર્શન કરીને સૌથી પહેલા IPLની ફાઇનલમાં પહોંચનારી ટીમ બની હતી. જો આજની મેચ ચેન્નઇ સુપરકિંગ્સ ફાઇનલ જીતશે તો મુંબઈ ઇન્ડિયન્સની બરાબરીમાં પહોંચી જશે. જેમાં અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

ગુજરાત ટાઈટન્સ ઇતિહાસ સર્જશે ?: 2022માં જ IPLમાં આવનાર ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. આ વર્ષે પણ ગુજરાત ટાઈટન્સ પ્રદર્શન ખૂબ જ શાનદાર જોવા મળી રહ્યું હતું. બોલિંગ, બેટીંગ અને ફિલ્ડિંગમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 2022માં પણ ગુજરાત પોતાની પ્રથમ સિઝનમાં જ ટ્રોફી જીતી હતી. 2023માં પણ ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ચેન્નઇ સુપરકિંગ્સને હરાવીને જો ટ્રોફી પોતાના નામે કરશે. તો IPL ગુજરાત ટાઇન્ટ્સ એક નવો IPLમાં ઇતિહાસ સર્જેશે. અત્યાર સુધી કોઈપણ ટીમ પોતાના IPL પ્રવેશ કરી સતત બે વખત ટ્રોફી જીતી શકી નથી. IPL શરૂઆત 2008માં કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બની હતી. જયારે 2009માં ડેક્કન ચાર્જઝર ચેમ્પિયન બની હતી .

ભારે રસાકસી જોવા મળશે: અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સને ચેન્નઇ સુપરકિંગ વચ્ચે વર્તમાન સીઝનની અંદર 2 મેચ રમાઈ છે. જેમાં ગુજરાત ટાઇન્ટ્સ એક વખત અને ચેન્નઇ સુપરકિંગ એક વખત જીત મેળવી છે. જેને લઇને સાંજે 7 વાગ્યે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઇ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મેચમાં ભારે રસાકરી જોવા મળી શકે છે.

કેપ ગુજરાત ટાઇન્ટ્સ પાસે:ગુજરાત ટાઇન્ટ્સના બેટર શુભમન ગીલ આ વર્ષે ખૂબ જ શાનદાર દર્શન જોવા મળી રહ્યું છે. જેને અત્યાર સુધીમાં 16 મેચમાં 60ની એવરેજથી 851 રન કર્યા છે. જેમાં 43 સદી અને 4 અર્ધીસદી ફટકારી છે.જે વર્તમાન IPL સૌથી વધુ ફટકારી ઓરેન્જ કેપ શુભમન ગીલ પાસે છે. જયારે પર્પલ કેપની વાત કરવામાં આવે તો પર્પલ કેપ માં ગુજરાત ટાઇટન્સના બોલર છે જેમાં સૌથી વધુ વિકેટ મોહમ્મદ શામી 16 મેચમાં 28 ક્રિકેટ પ્રાપ્ત પ્રથમ સ્થાને છે. જ્યારે બ રાશિદ ખાન 16 મેચમાં 27 વિકેટ પ્રાપ્ત બીજા સ્થાને અને મોહિત શર્મા 13 મેચમાં 24 વિકેટ પ્રાપ્ત કરી ત્રીજા સ્થાને છે.

  1. IPL 2023 Final: આજે ટ્રોફી માટે ટક્કર, સાંજે 7 વાગ્યાથી ચેન્નઈ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખરાખરીનો જંગ
  2. IPL 2023: આજે અમદાવાદમાં IPL 2023ની ફાઇનલ મેચ, સાંજે 6 વાગ્યે સમાપન સમારોહ શરૂ થશે
  3. IPL 2023: ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં જાણો કોણ છે આગળ

ABOUT THE AUTHOR

...view details