ટીશર્ટ અને ટોપી વેચાણમાં ક્યારેક નુકસાન કે ક્યારેક નફો પણ થાય અમદાવાદ :TATA IPL 2023ની એક બાદ એક શાનદાર મેચ યોજાઇ રહી છે. મોટાભાગના લોકો સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. લોકો મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે ટી-શર્ટ, ટોપી અલગ અલગ બેનર લઈને પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે. ત્યારે ટીશર્ટ અને ટોપીનું વેચાણ કરનાર લોકો પણ સ્ટેડિયમની બહાર બે દિવસથી પહેલા જ પહોંચીને વેચાણ શરૂ કરી દે છે.
સ્ટેડિયમની બહાર વેપારી :ટી-શર્ટનું વેચાણ કરનાર વેપારી રાજેશે જણાવ્યું હતું કે, હું આવતીકાલે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પહેલા અહીંયા ટી-શર્ટ અને ટોપીનું વેચાણ કરવા માટે આવ્યો છું. આ પહેલા લખનઉ, જયપુર, મુંબઈ, બેંગ્લોરમાં જઈને ટી-શર્ટનું વેચાણ કર્યું છે. પરંતુ લખનઉ, રાજસ્થાન અને ગુજરાતની ટી-શર્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહી છે. જો ખેલાડીની વાત કરવામાં આવે તો સૌથી વધુ મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, અને હાર્દિક પંડ્યાની ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.
આ પણ વાંચો :Sachin Tendulkar reaction: સિક્સર કિંગ ટિમ ડેવિડે સચિન તેંડુલકરનું દિલ જીતી લીધું, માસ્ટર બ્લાસ્ટરની પ્રતિક્રિયા થઈ વાયરલ
ખોટ અને નફો બંને થાય :વધુમાં જણાવ્યું હતું કે, અમે આ તમામ ટી-શર્ટ અને ટોપી મુંબઈથી જ લાવીએ છીએ. એક સાથે 500 ટી-શર્ટ લઈને અલગ અલગ શહેરોમાં ફરતા હોય છીએ, પરંતુ આમાં ઘણી વખત નફો તો ઘણી વખત ખોટ પણ જોવા મળે છે. કારણ કે, જેટલી ટોપી કે ટી-શર્ટ લીધી હોય છે તેમાંથી ટોપી વેપારી પરત લેતા નથી. પરંતુ ટી-શર્ટ પરત લઈ લે છે. તેનો મુખ્ય કારણ હોય તો તે છે ટી-શર્ટ હંમેશા પેકિંગમાં હોવાથી ટી-શર્ટ લઈને સામે બીજી કોઈ મેચ રમાતી હોય તેની ટી-શર્ટ આપે છે. જેના કારણે ટોપીમાં અમારે મોટું નુકસાન વેઠવું પડે છે.
આ પણ વાંચો :Tim David Tilak Varma video: રાજસ્થાન રોયલ્સ સામે મેચ જીત્યા બાદ ટિમ ડેવિડે ખોલ્યું રહસ્ય, જુઓ વીડિયો
ફિક્સ ભાવ :ટી-શર્ટ અને ટોપીના વિતરણની વાત કરવામાં આવે તો, મેચના બે-ત્રણ દિવસ પહેલા જ અમે સ્ટેડિયમને પહોંચી જઈએ છીએ. તે દિવસે રોજની અંદાજે 50 જેટલી ટી-શર્ટ અને ટોપીનું વેચાણ થાય છે. જ્યારે મેચના દિવસે જ સૌથી વધુ 100-150 ટી-શર્ટ અને ટોપીનું વેચાણ થતું હોય છે. જો તેની કિંમતની વાત કરવામાં આવે તો ટી-શર્ટની અને ટોપીની કિંમત ફિક્સ કિંમત રાખવામાં આવે છે. જેમાં ટી-શર્ટ 200 રૂપિયા અને ટોપીને 100 રૂપિયા રાખવામાં આવે છે. અહીંયા મેચ પૂર્ણ થતા અમે બીજા શહેરમાં જઈએ છીએ. ત્યાં જઈને પણ આ જ પ્રમાણે ટી-શર્ટનું વિતરણ કરતા હોય છીએ.