અમદાવાદ: વધતા જતા પ્રદૂષણના લીધે હવે તાપી નદીના પ્રદૂષણ (Tapi River Pollution)નો મામલો પણ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, આર્સેલર મિત્તલ (arcelormittal surat pollution) દ્વારા પ્રદૂષિત પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Pollution Control Board)ને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
અર્સેલર મિત્તલ કંપની દ્વારા પ્રદૂષિત તાપીમાં પાણી છોડવામાં આવે છે-હાઇકોર્ટમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે જેમાં હાલ કંપનીને પર્યાવરણ વિભાગ (department of environment gujarat) અને વન વિભાગે (forest department gujarat) એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ (Environment Clearance Certificate) ઇસ્યુ કર્યું હતું. જેમાં શરત મૂકવામાં આવી હતી કે, આર્સેલર મિત્તલ કંપની કોઈપણ પ્રકારના દૂષિત પાણી તાપી નદીમાં નહીં છોડે. તેમ છતાં તેમણે શરતનું ઉલ્લંઘન કરીને અર્સેલર મિત્તલ કંપની દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ નુકસાનકારક છે અને ટોક્સિકથી ભરપૂર પ્રદૂષિત પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ