આમદાવાદઃ સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી અમદાવાદમાં એક વૃદ્ધાને દવાની જરૂર અંગે તંત્રને મેસેજ મળતા તંત્ર દ્વારા વૃદ્ધાના ઘરે જઈને દવા પહોંચાડી હતી.
વૉટ્સએપ પર મેસેજ મળ્યો વહીવટી તંત્રએ દવા પહોંચાડી... - Drugs are delivered to the elderly through the system
સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી બહાર જાવાનું મુશ્કેલ છે. લોકોની કેટલીક જરૂરિયાત પણ પૂરી થતી નથી તેવામાં અમદાવાદમાં એક વૃદ્ધાને દવાની જરૂર અંગે તંત્રને મેસેજ મળતા તંત્ર દ્વારા વૃદ્ધાના ઘરે જઈને દવા પહોંચાડી હતી.
આમદાવાદ શહેરના કુબેરનગરમાં રહેતા 62 વર્ષીય પાણીબેનને સુગર બ્લડપ્રેસર બીમારી હોવાથી તંત્રને મેસેજ મળતા તંત્ર દ્વારા વૃદ્ધાના ઘરે જઈને દવા પહોંચાડી હતી. આમ તો સામાન્ય દિવસોમાં તેઓ સિવિલ હોસ્પિટલ જઈને દવા લેતા હોય છે, પરંતુ હાલમાં ગરીબ પરિસ્થિતિ અને બહાર જવાનું શક્ય ન હોવાને કારણે તેમને અમદાવાદના ડે. કલેક્ટર દ્વારા મદદ મળી હતી.
અમદાવાદના વેસ્ટ સીટી ડે. કલેક્ટર જે.બી.દેસાઈને ધ્યાને વાત આવતા તેમને તરત જ મામલતદારને સુચના આપી અને સર્કલ ઓફિસર મારફતે દવાનું લિસ્ટ વૉટસએપ કરી એડવીમે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને તરત જ પાણી બેનના ઘરે જઈને પહોંચાડવામાં આવી હતી. આમ આ બનાવથી તંત્રની સંવેદનશીલતા દેખાય છે.