શહેરના વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ માટેની સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં લાગેલા કેમેરામાં આવતા ઈ-મેમોથી બચવા માટે વાહનચાલકો નંબર પ્લેટ સાથે ચેડા કરતા હોય છે. જેમકે નંબર પ્લેટ કાઢી નાખવી ,તોડી નાખવી અથવા તો ફેન્સી નંબર પ્લેટ રાખવી. ત્યારે નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે અને વાહન ચાલકો સામે કડક પગલાં લીધા હતા.
સાવધાન! ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર સામે પોલીસે કરી લાલ આંખ - નંબર પ્લેટ સાથે ચેડાં
અમદાવાદ: શહેર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે.ત્યારે ફરી એકવખત શહેરમાં ઇ-મેમોની પણ શરૂઆત થઇ ગઇ છે.આ ઈ-મેમોથી બચવા માટે લોકો અવનવા કરતબો અજમાવતા હોય છે, પરંતુ ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર સામે પોલીસે પણ લાલ આંખ કરી છે.
ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર સામે પોલીસે કરી લાલ આંખ
નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહનોને પોલીસ દ્વારા જમા કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ વાહનચાલકોને RTOનો મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેલમેટના પહેરનારા તથા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને પણ પોલીસ દ્વારા દંડવામાં આવ્યા હતા.