ગુજરાત

gujarat

ETV Bharat / state

Talati Exam 2023: 7 મેના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો શું-શું કરાઈ વ્યવસ્થા?

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મે 2023 ને રવિવારે તલાટીની ભરતી માટે પરીક્ષાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં આવી પરીક્ષાઓના વારંવાર અનેક પેપર ફૂટ્યા છે, જેથી આ વખતે ગુજરાત બોર્ડ દ્વારા કડક પગલાં ભરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત થકી ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવી છે.

talati-exam-2023-all-preparations-for-talati-exam-to-be-held-on-may-7-complete
talati-exam-2023-all-preparations-for-talati-exam-to-be-held-on-may-7-complete

By

Published : May 6, 2023, 7:21 PM IST

Updated : May 7, 2023, 10:04 AM IST

અમદાવાદ:ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા 7 મે, 2023ને રવિવારે બપોરે 12.30 થી 1.30 એમ એક કલાકનું પેપર છે. તે પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે અને ઓપ્શનવાળું પેપર હશે. જો કે પેપર ફૂટે નહી તે માટે બોર્ડ દ્વારા ચુસ્ત અને કડક માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. તેમજ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વધારાની 4500 એસટી બસની વ્યવસ્થા

રાજ્યમાં 2,694 પરીક્ષા કેન્દ્રો:ગુજરાત પંચાયત પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષામાં કુલ 17 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 8,64,000 ઉમેદવારોએ પરીક્ષા આપવાની સંમતિ આપી છે. 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 2,694 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે.

પરીક્ષા સમિતીની રચના:તલાટીની પરીક્ષા પહેલા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને પરીક્ષા સમિતીની રચના કરવામાં આવી છે. જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય, તેનું ધ્યાન રખાશે.

પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પર સીસીટીવી:ગુજરાત પંચાયત સેવા પંસદગી બોર્ડના અઘ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે ડમીકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તમામ ઉમેદવાર સીસીટીવીની નજર હેઠળથી પસાર થશે.

ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ

બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે: તલાટીની પરીક્ષા દરમિયાન ઉમેદવાર પરીક્ષા આપવા આવે ત્યારે મુખ્ય દરવાજા પાસે બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે અને જેનું વીડિયો રેકોર્ડિંગ રાખીને નિમણૂંક સમયે ધ્યાનનાં રાખવામાં આવશે. જ્યારે ડમી ઉમેદવારને પકડવા માટે ખાસ એસઓપી બનાવાઈ છે જે સંપૂર્ણ ગોપનિય રખાઈ છે. આ પરીક્ષા ગુજરાત સરકારે ઘડેલ નવા કાયદા પ્રમાણે લેવાઈ રહી છે, જેથી જે કોઈપણ વ્યક્તિ પેપર ફોડતા કે લીક કરતાં પકડાશે તો નવા કાયદા પ્રમાણે આકરી સજા કરવામાં આવશે.

  1. Talati Exam 2023: તલાટી પરીક્ષાનાં ઉમેદવારો માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી હેલ્પ ડેસ્ક અને રહેવાની વ્યવસ્થા કરાઇ
  2. Talati Exam 2023 : સાબરમતીથી પાલનપુર તથા ગાંધીગ્રામથી ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે

વધારાની 4500 એસટી બસની વ્યવસ્થા: ગુજરાત રાજ્યના એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ. એન. ગાંધીએ જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષાને ધ્યાને લઈને એસટી નિગમ દ્વારા વધુ 4500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાર્થી એડવાન્સમાં ઓનલાઈન એકસ્ટ્રા બસમાં પોતાનું બુકિંગ કરાવી લે જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે. એસટી નિગમ દ્વારા મધ્યસ્થ કચેરી ખાતે 16 વિભાગો ખાતે 24 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વાહન રોડ પર બ્રેકડાઉન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને તેનું આગોતરુ આયોજન કરાયું છે. પરીક્ષાર્થીઓની મદદે ખાનગી બસ સંચાલકો અને સ્કુલ બસને પણ મદદે આવવા મંજૂરી આપી છે.

રેલવે દ્વારા પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દાડશે: તલાટીના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી આવવા ને જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે. ભાવનગરથી ગાંધીગ્રામ, ભાવનગરથી રાજકોટ અને અમરેલીથી જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. તેમજ સાબરમતીથી પાલનપુર અને સાબરમતી(ડેમુ)ના બે ફેરા મારશે. આ રૂટમાં ટ્રેન કલોલ અન મહેસાણા સ્ટેશન પર ઉભી રહેશે. તેમજ ગાંધીગ્રામથી ભાવનગર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ મારશે.

Last Updated : May 7, 2023, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details