ગુજરાત

gujarat

ETV Bharat / state

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ શહેરમાં ચોરના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક ચોર અલગ અલગ વિસ્તારોમાં તીજોરીના તાળા રિપેરીંગ કરવાના બહાને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો. પોલીસને બાતમી (Krishnanagar Police) મળી અને તેના આધારે તપાસ કરતા આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો
તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Nov 16, 2022, 7:44 PM IST

Updated : Nov 17, 2022, 11:55 AM IST

અમદાવાદશહેરમાં ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.કોરોના આવ્યા પછી ચોરીના બનાવોના કેસમાંપણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વાર ચોરીના બનાવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં (Krishnanagar area ahmedabad ) તીજોરીના તાળા રિપેરીંગકરવાના બહાને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનારા તસ્કરોને કૃષ્ણનગર પોલીસે(Krishnanagar Police ahmedabad) ઝડપી પાડ્યો છે.

તાળા રિપેરીંગ કરવાના બહાનેઆ ચોરો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરતા અને કહેતા કે અમે તીજોરીના તાળા રિપેરીંગ કરવા વાળા છીએ અને તેવું કહીને ચોરીને અંજામ આપતા હતા.પરંતુ આ ચોરનો કાળોકારોબાર લાંબો સમય ચાલ્યો નહી અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસે ચોરની ધરપકડ કરી છે.

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો

બાતમીના આઘારે તપાસકૃષ્ણનગર પોલીસે (Krishnanagar Police ahmedabad) આ મામલે બાતમીના આઘારે કલ્યાણ ચોક પાસેથી જીવણસિંગ બિહારીસિંગ સીકલીગર નામનાં 55 વર્ષીય આધેડની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ વડોદરાનો રહેવાસી છે. તેની પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના અને ચાંદીના સિક્કા એક સાયકલ એમ કુલ મળીને 5.21 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ આ મુદ્દામાલ કૃષ્ણનગર વિસ્તારમાંથી (Krishnanagar Police ahmedabad) ચોરી કર્યો હતો

ચોરીને અંજામપકડાયેલો આરોપી અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને તાળા ચાવી બનાવવા નામે લોકોના ઘરમાં પ્રવેશ કરતો હતો. મકાનમાલિકની નજર ચુકવીને ચોરીને અંજામ આપતો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીના અન્ય ગુનાઓ અને તેની સાથે આ ગુનામાં કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Last Updated : Nov 17, 2022, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details