ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રેય હોસ્પિટલની આગ: દર્દીઓને બચાવવા ગયેલા પોલીસકર્મીઓમાં કોરોનાનાં લક્ષણો દેખાયા - શ્રેય હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગમાં 8 લોકોના મોત થયા હતાં. જ્યારે 41 દર્દીઓના જીવ બચાવી લેવાયા હતા. 41 દર્દીઓના જીવ ફાયરની ટીમે અને નવરંગપુરા પોલીસની ટીમે બચાવ્યા હતાં, ત્યારે દર્દીઓને બચાવવા ગયેલા પોલીસકર્મીમાંઓ પણ કોરોનાના લક્ષણો દેખાયા છે, જેમાં 8 પોલીસકર્મી ક્વોરોન્ટાઇન પણ થયા છે.

Shrey Hospital
અમદાવાદ

By

Published : Aug 8, 2020, 11:56 AM IST

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગમાં 8 લોકોના મોત થયા હતા. જેમાં હોસ્પિટલમાંથી 41 જેટલા દર્દીઓને સલામત રીતે બહાર કાઢી એસ.વી.પી હૉસ્પિટલ ખસેડવામાં પોલીસ જવાનોએ મદદ કરી હતી. જો કે, હવે આ મદદની કામગીરી બાદ બે પોલીસ કર્મચારીને તાવ અને ખાંસીના લક્ષણો જણાઈ આવતા 8 જેટલા પોલીસ કર્મચારીઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. તેઓને જરૂર જણાશે તો રિપોર્ટ પણ કરવામાં આવશે.

મહત્વનું છે કે, શ્રેય હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. જેમાં તમામ દર્દીઓ કોરોના પોઝિટિવ હતાં, ત્યારે આગ લાગતા લોકોને બચાવવા પોલીસ જવાન પીપીઈ કીટ પહેર્યા વિના ગયા હતા અને દર્દીઓના જીવ બચાવ્યા હતાં. જેથી હવે તેમનામાં કોરોના લક્ષણો આવતા તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details