અમદાવાદના પ્રસંગમ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલા સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. કથીરિયાના સમર્થકોએ હાર્દિક હાય-હાયના નારા પણ લગાવ્યા હતા.
પાસના સ્નેહમિલનમાં હોબાળો, અલ્પેશ-હાર્દિકના સમર્થકો વચ્ચે મારામારી - Gujarat news
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ આજરોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક કોંગ્રેસમાં કેમ જોડાણો તે અંગે વાતચીત કરવાનો હતો, પરંતુ આ સ્નેહમિલન શરૂ થાય તે અગાઉ જ પાસના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો થયો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. હાર્દિક પટેલ હાય-હાયના નારા પણ લાગ્યા હતા અને હાર્દિક પટેલના બેનર્સ ફાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી હાર્દિકનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

pass
જૂઓ વીડિયો
હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા બાદ જાહેરાત કરી હતી કે, હવે પાટીદાર અનામત આંદોલનની ડોર અલ્પેશ કથીરિયાને સોંપવામાં આવે છે, ત્યારે જે બેનર લગાવવામાં આવ્યાં હતાં. તેમાં અલ્પેશના ફોટો લગાવવા બાબતે કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. અલ્પેશ કથીરિયા જે હાલ સુરત ખાતે જેલમાં બંધ છે, તેના પિતાને ધક્કે ચઢાવ્યા હોવાનો આરોપ પણ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ લગાવ્યો હતો.