સ્વિંગ ગેટ લગાવવાથી એવા જ વાહનો BRTS ટ્રેકમાં આવશે જેને RFID લગાવેલું હશે. BRTS કોરિડોરમાં ખાનગી વાહનોને દૂષણ રોકવા માટે ઓટોમેટીક ગેટ મૂકવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની વાત લાંબા સમયથી કરવામાં આવતી હતી. પરંતુ હવે મોડે મોડે પણ તંત્રએ આ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં BRTSથી થતા અકસ્માતો અટકાવવા RFID વાળા સ્વિંગ ગેટ લગાવાશે - અમદાવાદ BRTS ન્યુઝ
અમદાવાદ: શહેરમાં BRTS દ્વારા થતા અકસ્માતો વધારો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BRTS અકસ્માત અટકાવવા નિષ્ફળ ગઈ છે. જેનું એક કારણ BRTS ટ્રેકમાં આવતા વાહનો પણ હોઈ શકે છે. ટ્રેકમાં આવતા વાહનોને અટકાવવા માટે RFID વાળા ગેટ લગાવવામાં આવી રહ્યા છે.
![અમદાવાદમાં BRTSથી થતા અકસ્માતો અટકાવવા RFID વાળા સ્વિંગ ગેટ લગાવાશે Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5382720-thumbnail-3x2-amd.jpg)
BRTS ટ્રેકમાં પોલીસ તથા એમ્બ્યુલન્સની પ્રવેશવાની છૂટ છે, પરંતુ આ વાહનોને પણ RFID લગાવવામાં આવશે જો આ ટાઈપ નહીં લગાવ્યું હોય તો પણ ઈમરજન્સી સમયે બસ મથક પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા ગેટ ખોલી શકાશે.
ઝુંડાલથી આરટીઓ અને રાણીપથી નહેરુનગરના રૂટ પર 23 મથક પર કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં 143 બસ મથક છે અને આ તમામ મથક પર આગામી જાન્યુઆરી સુધીમાં આ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. 6 કરોડ 84 લાખના ખર્ચે 288 ગેટ લગાવવામાં આવશે. આ ગેટ સોમવારથી ચાલુ થશે. કોરિડોરમાં બંને બાજુ ગેટ લગાડવામાં આવશે અત્યાર સુધી BRTS કોરિડોરમાં વાહનો પ્રવેશતાં રોકવા મોઢું પકડી માણસ રાખવામાં આવતા હતા, પરંતુ તેનો કોઈ અર્થ હવે રહેશે નહિ હવે આ સિસ્ટમ લગાવવામાં આવી છે, ત્યારે તેનાથી કેટલો ફાયદો થાય તે જોવું રહ્યું.