અમદાવાદ : મુખ્યપ્રધાનના દિશાદર્શનમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ અને સુરત મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારમાં શહેરી જનસુખાકારી સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આઉટગ્રોથ વિકાસને લઈને મંજૂરી આપી છે. અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે કુલ રૂપિયા 214 કરોડના રજૂ કરેલી દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ પણ વાંચો :મુખ્યપ્રધાને 3 નગરપાલિકાઓને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને પાણી પુરવઠા ભુગર્ભ ગટર યોજનાના કામો માટે આપી મંજૂરી
ક્યાં શહેર કેટલા વિકાસ કામો :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા 138.46 કરોડના ખર્ચે ડ્રેનેજ તેમજ પાણીના 5 કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના વિવિધ 76 કામો માટે અંદાજીત 75.78 કરોડ રૂપિયાના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.