•APMC માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની મીટિંગ યોજાઇ
•નવા વર્ષ નિમિત્તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
•બેઠકમાં આજ સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ જોવામાં આવ્યો હતો
વિરમગામ APMC માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઈ - અમદાવાદ
વિરમગામ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઇ હતી. નવા વર્ષ નિમિત્તે ઝોન સંયોજક હરીશભાઈએ બધા સંયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
અમદાવાદઃ વિરમગામ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઇ હતી. નવા વર્ષ નિમિત્તે ઝોન સંયોજક હરીશભાઈએ બધા સંયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
વિરમગામ એપીએમસી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠકનું આયોજન નવા વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું. ઝોન સંયોજક હરીશભાઇ તથા બીપીન ભાઈ ઓઝા જિલ્લા સંયોજક હિરેનભાઈ ખત્રી, મંથન ભાઈ પંચાલે બધા સંયોજક અને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠકમાં કામગીરીની થઈ સમીક્ષા
આગામી દિવસોમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન નીચે સરકારી યોજનાનો લાભ અંતિમ વર્ગ સુધી પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના નગર અને તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા.