હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદારને સ્પષ્ટતાની પૂરતી તક આપ્યા વિના પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બેડમિન્ટન એસોસિએશનની જોગવાઇઓ પ્રમાણે આવા કિસ્સાઓમાં ખેલાડીએ જે ટુર્નામેન્ટ છોડી હોય ત્યારબાદની ટુર્નામેન્ટમાં રૂપિયા 1000નો દંડ ભરવાનો રહે છે. પ્રતિબંધનો નિયમ એસોસિએશને કારોબારીની સમિતિની માત્ર ભલામણના આધારે લીધો હોય તેવું લાગી રહ્યું છે. તેથી અરજદારને રાજકોટમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે છે.
સસ્પેન્ડ કરાયેલી મહિલા બેડમિન્ટન ખેલાડીને હાઇકોર્ટે ટુર્નામેન્ટ રમવાની આપી પરવાનગી - Court
અમદાવાદઃ ગુજરાતની મહિલા બેડમિટન્ટ ખેલાડીને ગુજરાત બેન્ડમિન્ટન એસોસિએશને ત્રણ મહિના માટે દેશની કોઇ પણ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાના પ્રતિબંધ સામે રિટ દાખલ કરાતા હાઇકોર્ટે મહિલા ખેલાડીને રાજકોટમાં યોજવનાર ગુહરત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપી દીધી છે. આ મામલે વધુ સુનાવણી 12મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
અરજદારની રજૂઆત છે કે, બેંગલુરુમાં એસોસિએશનને જાણ કર્યા વગર ટુર્નામેન્ટ છોડવા અંગેની ઘટનામાં એસસોશિયેશન પાસેથી માફી માગી લીધી હોવા છતાં તેની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા અને 1-6-2019 થી 31-8-2019 એટલે કે ત્રણ મહિના સુધી ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતભરમાં યોજાતી કોઇપણ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવી છે.
બેડમિન્ટન એસોસિએશન તરફે કોર્ટમાં દલીલ કરાઈ હતી કે નવેમ્બર 2018માં બેંગલુરુમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન ટુર્નામેન્ટમાંથી ગુજરાત બેડમિન્ટન એસોસિશનને જાણ કર્યા વિના સ્થળ છોડી દીધુ હતું. ત્યારબાદ 27-11-2018ના રોજ અરજદારે ઇ-મેઇલથી જાણ કરી હતી કે તેની તબિયત સારી ન હોવાથી તે ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકશે નહીં પરંતુ, બીજા જ દિવસે તેણે આંધ્ર પ્રદેશમાં યોજાયેલી સ્કૂલ ગેમ્સ ફેડરેશનની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેની ગેરહાજરીના કારણે ગુજરાતના એસોસિએશને તે રમતમાં ભાગ લીધો ન હતો. જેના કારણે એસોસિએશનની છબી ખરડાઇ હતી.