ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 9:50 AM IST

ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો, કેસનો આંક પહોંચ્યો 700ને પાર

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ જોવા મળી રહ્યો નથી. ત્યારે પાણીજન્ય કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાના અત્યાર સુધી 1500 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી કોલેરાના કુલ 23 જેટલા કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો, કેસનો આંક પહોંચ્યો 700ને પાર
અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો, કેસનો આંક પહોંચ્યો 700ને પાર

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ઉછાળો, કેસનો આંક પહોંચ્યો 700ને પાર

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ આંક 800 વધુ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પાણીજન્ય કેસની સંખ્યા 15 પહોંચી છે. કોલેરાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

પાણીજન્ય કેસ 1500ને પાર:અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. વરસાદ આરામ લીધા બાદ પાણીજન્ય પણ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 735 , કમળાના 172, ટાઇફોઇડના 627 અને કોલેરાના 23 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12886 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 277 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે 3506 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 43 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.

મચ્છરજન્ય કેસ આંક 800 ને પાર: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 800 ને પાર પહોંચી છે. જેમાં સાદા મેલેરિયાના 174 કેસ, ઝેરી મેલેરિયાના 8, ડેન્ગ્યુના 617 અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 1,06,394 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 6218 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઓગસ્ટ માસ સુધીમાં કોલેરાના 23 કેસ નોંધાયા છે. જેમાં વટવા બોર્ડમાં 8 , ઇન્દ્રપુરી વોર્ડમાં 3, ઇસનપુર વોર્ડમાં 3, લાંબા વોર્ડમાં 3, બહેરામ પૂરા વોર્ડમાં 1, રામોલ હાથીજણ વોર્ડમાં 1, ઇસનપુર વોર્ડમાં 1, અસારવા વોર્ડમાં 1, ગોમતીપુર વોર્ડમાં 1 અને ઓઢવ વોર્ડમાં 1 આમ કુલ મળીને ચાલુ માસ દરમિયાન કોલેરાના 23 જેટલા કેસ સામે આવ્યા છે.

  1. Ahmedabad News: શહેરમાં રોગચાળો વકર્યો, 15 દિવસોમાં કોલેરાના 20 અને મચ્છરજન્ય રોગના કુલ 534 કેસ નોંધાયા
  2. Ahmedabad News : AMC આરોગ્ય વિભાગે 116 શાળામાં ચેકિંગ કર્યું

ABOUT THE AUTHOR

...view details