Surat News : મોટી સંખ્યામાં વેન્ટિલેટર પોતે જ ' વેન્ટિલેટર ' પર, સુરતની કઇ હોસ્પિટલની નઘરોળતા સામે આવી જૂઓ - કોરોનાની બીજી લહેર
કોરોના મહામારીના સમયમાં વેન્ટિલેટર નામના મેડિકલ ઇક્વિપમેન્ટ મશીનને દર્દીઓનું જીવનરક્ષક મશીન તરીકે સૌને યાદ હશે. આ મશીનો વસાવવા સુરત નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડમાંથી નાણાં ફાળવી તાત્કાલિક અપાયાં હતાં. હવે આ મોંઘાદાટ વેન્ટિલેટર મશીનો દયનીય સ્થિતિમાં ધૂળ ખાઇ રહ્યાં છે.
Surat News : મોટી સંખ્યામાં વેન્ટિલેટર પોતે જ ' વેન્ટિલેટર ' પર, સુરતની કઇ હોસ્પિટલની નઘરોળતા સામે આવી જૂઓ
By
Published : May 5, 2023, 3:21 PM IST
|
Updated : May 5, 2023, 4:05 PM IST
મોંઘાદાટ વેન્ટિલેટર મશીનો દયનીય સ્થિતિમાં
સુરત : કોરોનાની બીજી લહેરમાં લોકો માટે આશીર્વાદરૂપ 100થી વધુ વેન્ટિલેટર હાલની તારીખમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહેલી દયનીય સ્થિતિમાં પડ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં જયારે વેન્ટિલેટર ખૂટી પડ્યા હતાં ત્યારે પીએમ કેર ફંડમાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતાં. હાલમાં આ હોસ્પિટલમાં લગભગ 100 જેટલા વેન્ટિલેટર પોતે વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
વેન્ટિલેટર કઇ હાલતમાં : પીએમ કેર ફંડમાંથી સુરત સિવિલ હોસ્પિટલની હોસ્પિટલમાં વેન્ટિલેટર મોકલવામાં આવેલા આ અગત્યના મશીન એવા વેન્ટિલેટરની સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવી રહી નથી. એકતરફ મૂકી દેવાયેલા વેન્ટિલેટર મશીનોને રજોટીથી બચાવવાની કાળજી પણ રાખવામાં આવી નથી. વેન્ટિલેટરની ઉપર પ્લાસ્ટિકની થેલી પણ ચડાવવામાં આવી નથી અને જે રૂમમાં મૂકવામાં આવ્યા છે ત્યાં પંખો પણ ચાલતો જોવા મળી રહ્યો નથી.
100 વેન્ટિલેટર ધૂળ ખાઇ રહ્યાં છે :મહત્વની બાબત એ છેકે, 100 થી વધુ વેન્ટિલેટર ધૂળ ન ખાય તે માટે વેન્ટિલેટર મશીનોના મહત્ત્વના પાર્ટ્સ પર પ્લાસ્ટિકનું કોઇ આવરણ પણ ચઢાવવામાં આવ્યું નથી. કોઈપણ મશીન હોય તે બંધ હાલતમાં મૂકી દેવામાં આવ્યાં હોય અને તેની જાળવણી કરવામાં આવે ત્યારે તેમાં ટેકનિકલો ખામી સર્જાય છે. જેને કારણે જલ્દી ખરાબ થઇ જાય છે. જેથી આજે આ તમામ વેન્ટિલેટર નકામી હાલતમાં જોવા મળી રહ્યા છે.
શું કહે છે તંત્ર: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે તમામ વેન્ટિલેટર સારા કન્ડિશનમાં છે. ફક્ત વેન્ટિલેટર ઉપર ધૂળ જામી ગઈ છે અને વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવતો નથી જેથી તે બંધ હાલતમાં છે. પરંતુ તમામ વેન્ટિલેટરનેે ફરી પાછા ઉપયોગમાં લઈ શકાય છે અને તેનું દર મહિને ચેકઅપ કરવામાં આવે છે. અમારી પાસે કુલ 400 જેટલા વેન્ટિલેટરો છે.
નિષ્કાળજી જોવા મળી : એવું નથી કે સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રને વેન્ટિલેટર મશીનોની ઉપયોગિતાની જાણ નથી. કોરોના સમયમાં તેની કેટલી જરુરિયાત છે તે તમામ બાબતોની માહિતી હોસ્પિટલના તંત્રને થઇ ગયેલી જ છે ત્યારે એવી જાણ હોવા છતાં સદંતર નિષ્કાળજી દાખવીને કોઈપણ પ્રકારની જાળવણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી નથી.