અમારી માટે ખૂબ જ ઉત્સાહજનક સુરત : સુરતમાં ગત 9 એપ્રિલના રોજ વહેલી સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં પ્રથમવાર સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં 16 રાજ્યોની મહિલાઓએ પારંપરિક સાડીમાં સજ્જ થઈને આવી હતી. આ વૉકથોનનું સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ જાની લોચોથી ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પરત ફરી હતી. એટલે કે ત્રણ કિલોમીટરની વૉકથોનને સફળ બનાવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું : આ આયોજનમાં 15,000 થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.આ વોકથોનની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. સાંસદ દર્શના જરદોશે પણ પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. વોકેથોનનું આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વોકાથોનની પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, સુરત સાડી વોકાથોન એ ભારતની કાપડ પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે.ટ્વીટને લઈ કેન્દ્રિય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશે પણ પ્રતિક્રિયા પણ આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. સુરતમાં ગત 9 એપ્રિલના રોજ વહેલી સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં પ્રથમવાર સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદેશ
પારંપરિક સાડીમાં સજ્જ :આ આયોજનમાં 16 રાજ્યોની મહિલાઓએ પારંપરિક સાડીમાં સજ્જ થઈને આવી હતી.આ વૉકથોનનું સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ જાની લોચોથી ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પરત ફરી હતી એટલે કે ત્રણ કિલોમીટરની વૉકથોનને સફળતાથી પૂરી કરવામાં આવી હતી. આ આયોજનમાં 15,000 થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો. આ વોકેથોનમાં 3000 જેટલી બહેનો સ્વયંભૂ જોડાઈ હતી.
15000 રજીસ્ટ્રેશન થયાં હતાં : સુરતમાં દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોનની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે ત્યારે આ બાબતે કેન્દ્રીય કાપડપ્રધાન દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ તરફના વિચારો અમારી માટે ખૂબ જ ઉત્સાહજનક છે. આજે આખા દેશની મહિલા જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા ઉપરથી કહેવામાં આવ્યું હતું કે, આપણી સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવા અને અમારી પહેરવેશ એટલે સાડી અને મહિલાઓ પોતાના હેલ્થ માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા 15000 જેટલી મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત 3000 જેટલી બહેનો સ્વયંભૂ જોડાઈ હતી.
આ પણ વાંચો Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત, સુરત કોર્ટે અરજી ફગાવી
16 રાજ્યોની મહિલાઓ પોતાની વેશભૂષામાં આવી : તેમણે વધુમાં જણાવ્યું કે, આ વોકથોનના આગળના દિવસે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સાડીઓનું વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ટેક્સટાઇલ મંત્રાલયની વિવિધ યોજનાઓની મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ 16 રાજ્યોની મહિલાઓએ પોતાના પરંપરાગત વેશભૂષામાં આવ્યા ત્યારે રાજસ્થાન આસામ બંગાળ મહારાષ્ટ્રીયન અને તેમાં ખાસ કરીને યુનિવર્સિટીની બહેનો પણ સાડી પહેરીને આવી હતી અને ત્રણ કિલોમીટરનું વોક કર્યું હતું.
પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓ
ઉત્સાહ વધુ વધી ગયો : વૉક ફોર ધ હેલ્થ એટલે કે એક સરસ વિચાર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેનું આજે સારું પરિણામ મળ્યું છે. આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વૉકથોનની પ્રશંસા કરી છે. જેથી હવે ઉત્સાહ વધુ વધી ગયો છે. હવે દર વર્ષે આ રીતનું આયોજન કરવામાં આવશે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ સુરતે પૂરું પાડ્યું છે.