અમદાવાદઃસુરત શહેરમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ સર્જાયો હતો. જ્યાં 4 થી 5 જેટલી વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને પરીક્ષા(Intensity search test in Surat ) આપવા આવતા વિવાદ સર્જાયો (Surat Hijab Controversy )હતો. હિન્દૂ સંગઠનો પરીક્ષા સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં વિવાદ સર્જાતા હિન્દૂ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જો.કે કર્ણાટક બાદ હવે ગુજરાતમાં બુરખાને લઈ વિવાદ થતા હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કૉંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા છે.
ભાજપ ચૂંટણી સમયે મુદ્દો ભટકાવવાની કોશિશ
ગુજરાત કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ(Gujarat Congress spokesperson Manish Doshi) જણાવ્યું કે ભાજપ ચૂંટણી સમયે મુદ્દો ભટકાવવાની કોશિશ કરી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું ભ્રષ્ટ શાસન છે. જેનાથી આજના યુવાનો હેરાન પરેશાન છે. સુરતમાં જે ઘટના બની છે. તેમાં હિજાબની વાત કરે છે. પ્રજા તેમને હિસાબની વાત કરી રહ્યુ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે સ્કૂલમાં ફીના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે સરકાર હિસાબ નથી આપતી, યુવાનોને સરકારી નોકરીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટચાર થાય છે સરકાર હિસાબ નથી આપતી, ખેડૂતોને વીમા અને સબસીડીમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર, લૂંટ થાય છે તેનો સરકાર કોઈ હિસાબ નથી આપતી, ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે સરકાર મૌન છે.