ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડના આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી - Taksashila

અમદાવાદઃ સુરતના તક્ષશિલા અગ્નિકાંડના ફાયર ઓફિસર અને PWDના કાર્યપાલક એન્જીનીયરે જામીન માટે રિટ દાખલ કરતા બુધવારે હાઈકોર્ટે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો સરકારી વકીલને નિર્દેશ કર્યો છે. અગામી 02 ઓગસ્ટના રોજની સુનવણીમાં તપાસ અધિકારીને હાજર રહેવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. અગાઉ સુરત શેસન્સ કોર્ટે બંને આરોપીની જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.

હાઈકોર્ટ

By

Published : Jul 17, 2019, 9:56 PM IST

ઉલ્લેખનીય છે આ દુર્ઘટના મુદ્દે દાખલ કરવામાં આવેલી અન્ય એક અરજીમાં તપાસ CID ક્રાઇમને સોંપવાની માંગ કરતી રિટ મુદે જસ્ટીસ એસ.એચ. વોરાએ સુરત પોલીસ કમિશ્નર અને રાજ્ય સરકારને નોટીસ પાઠવી શું પગલા લેવામાં આવ્યો છે, તેની પ્રોગેસિવ રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

અગ્નિકાંડમાં ભોગ બનનાર કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માંગ કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓને મોત નિપજયા હતા. આ મુદ્દે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા આરકેડના બિલ્ડર હસમુખ વેકરીયા, જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી. જવાબદાર લોકો વિરૂધ આકરા પગલા ન લેવાય હોવાથી સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કંઈ ન થતા ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details