ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : ઓલપાડમાં અન્ય સમુદાયના યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી - ઓલપાડ પોલીસે

સુરતના ઓલપાડમાં અન્ય સમુદાયના યુવકે સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની સગીરા સાથે ફોટો પાડી લઇ તેણે સગીરાને ફસાવી હતી. ઓલપાડ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Surat Crime : ઓલપાડમાં અન્ય સમુદાયના યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું, ફોટા વાયરલ કરવાની ધમકી આપી
Surat Crime : ઓલપાડમાં અન્ય સમુદાયના યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું, ફોટા વાયરલ કરવાની ધમકી આપી

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 7:45 PM IST

આરોપીની ધરપકડ થઇ

સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના એક ગામની સોસાયટીમાં રહેતી ઉત્તરપ્રદેશની સગીરાને એક બિહારી અન્ય સમુદાયના શખ્સે જો તું મારા કહેવા મુજબ નહીં કરશે તો આ ફોટાઓ તારી માતાને બતાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યાનો મામલો ઓલપાડ પોલીસના ચોપડે નોંધાયો હતો. ઓલપાડ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બાબતે ફરિયાદ મળતા જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે....વી. કે. પટેલ (ઓલપાડ પોલીસ સ્ટેશન)

ઘરકામ કરી ગુજરાન કરતી માતા : મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યની વતની વિધવા હાલમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા-ઓરમા રોડને અડીને આવેલી એક સોસાયટીના મકાનમાં ભાડેથી રહી ઘરકામ કરી ગુજરાન ચલાવતા ફરિયાદી આ વિધવાનું મકાન સુરત શહેરના મોરા ભાગળ ખાતે પણ હોવાથી તે અમુક દિવસોમાં ત્યાં રહેતી હતી. આ વિધવાને 15 વર્ષની દીકરી છે.

ધમકી આપી દુષ્કર્મ : જ્યારે વિધવાના પરિવાર સાથે મૂળ બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લાના વતની મોહમંદ શકીલ સમસુદ્દીન શેખ (હાલ રહે. પાકીઝા રેસ્ટોરન્ટ, મોરાભાગળ, સુરત શહેર) સાથે સંબંધ હોવાથી તે વિધવાના ઘરે અવારનવાર આવતો હતો. તે દરમિયાન આ શખ્સ મહિલાની સગીર દીકરી સાથે મિત્રતા બાંધી તેણી સાથે ફોટાઓ પાડયા હતા. તેણે સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક અડપલાઓ કરી સગીરાને ધમકી આપી હતી કે જો તું મારા કહેવા મુજબ નહીં કરશે તો આ ફોટાઓ હું તારી માતાને બતાવી દઇશ. આ ધમકી બાદ નરાધમે 3 સપ્ટેમ્બરે સાંજે પાંચ કલાકે તથા આ અગાઉના એક માસના સમયગાળા દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ ઓરમા ગામ ખાતેના ઘરમાં વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો.

માતાએ ફરિયાદ નોંધાવતાં આરોપીની ધરપકડ :જેની જાણ સગીરાની માતાને થતા તેમણે મોહમંદ શકીલ સમસુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ આપવા મહિલા નજીકના પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર બાબતે ઓલપાડ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંઘી તેને દબોચી લીધો હતો. આ ગુનાની વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના પીઆઇ વી. કે. પટેલ કરી રહ્યા છે.

  1. Surat Crime : સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચરી 14 લાખ રૂપિયા પડાવ્યા, આરોપીની રાજસ્થાનથી ધરપકડ
  2. Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ
  3. Ahmedabad Rape Crime : અન્ય સમુદાયના યુવકે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ગર્ભવતી બનાવી તરછોડી...

ABOUT THE AUTHOR

...view details