ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત એરપોર્ટ આસપાસ બાંધકામ સામે 2 મહિનામાં કાર્યવાહી કરો: હાઈકોર્ટ - બાંધકામ સામે કાર્યવાહી કરો

સુરતઃ રાજ્યના બીજા સૌથી વ્યસત ગણાતા સુરત એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધું હોવાથી દુર્ધટનાની શક્યતાને પગલે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે કેન્દ્ર સરકાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ઈમારના બાંધકામ સામે બે મહિનામાં યોગ્ય પગલા લેવાનો આદેશ કર્યો છે. આ મામલે વધું સુનાવણી 20મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

સુરત એરપોર્ટ આસપાસ બાંધકામ સામે બે મહિનામાં કાર્યવાહી કરો
સુરત એરપોર્ટ આસપાસ બાંધકામ સામે બે મહિનામાં કાર્યવાહી કરો

By

Published : Dec 20, 2019, 8:59 PM IST

હાઈકોર્ટે સુરત એરપોર્ટ પાસે આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધું કઈ રીતે હોઈ શકે, એ મુદે પણ એરપોર્ટ સતાધિશો પાસેથી ખુલાસો માંગ્યો છે. એટલું જ નહીં બીયું પરમીશન વગરની બિલ્ડિંગમાં લોકોના રહેવા મુદ્દે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લેખિત જવાબ માંગ્યો છે. અગાઉ આ મુદે હાઈકોર્ટે ત્રણેય પક્ષકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો.

એરપોર્ટની આસપાસના નિયત કરતા વધું ઉંચી બિલ્ડિંગ કે બાંધકામને લીધે ટેક-ઓફ કે લેન્ટ કરતી વખતે પેસેન્જર, ક્રુ સભ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ અંગે સર્વે કર્યા બાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે 41 જેટલી સોસાયટીને નોટિસ પાઠવામાં આવી હતી. પરતું સાત મહિના વીતી ગયા છતાં કોઈ જ નકકર પગલા લેવાયા નથી. બિલ્ડિંગની ઉંચાઈ માપદંડ પ્રમાણે છે કે નહિ તેની પણ કોઈ ખાસ નોંધ કે માહિતી રાખવામાં આવી ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.

દરરોજ સરેરાંશ 27થી વધું ફ્લાઈટની અવરજવર ધરાવતા સુરત એરપોર્ટની આસપાસ આવેલી બિલ્ડિગમાં કોલિઝન લાઈટ પણ લગાડવામાં આવી નથી. એટલું જ પેસેનજર, ક્રુ અને લોકોની અસલામતીને લઈને એરમેનને કોઈ જ નોટિસ પાઠવામાં આવી નથી. આ પ્રકારની બેદરકારી બંધારણની કલમ 21નું ઉલ્લઘંન છે. હાઈકોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસેથી ખુલાસા માંગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details