અરજદાર જે.એમ. ભરવાડે અગાઉ તેમની સામે કાઢવામાં આવેલા વોરન્ટને રદ કરવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતતી જોકે જસ્ટીસ એસ.એચ વોરાએ વોરન્ટ રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. ક્રિમિનલ પ્રોસિજરની કલમ 70 મુજબ ભરવાડ સામે વોરન્ટ ઈશ્યું થયું હતું જે રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
DySp જે.એમ. ભરવાડના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટમાં મંજૂર - સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી
અમદાવાદઃ રૂપિયા આઠ લાખના લાંચ પ્રકરણના ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે. એમ. ભરવાડની આગોતરા જામીન અરજી સોમવારે સુપ્રીમ કોર્ટે મંજુર કરી હોવાની વિગતો સામે આવી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા અરજદાર જે.એમ. ભરવાડે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જે.એમ. ભરવાડની હેઠળ ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોનારા જે.એમ. ભરવાડ વતી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હોવાની ફરિયાદ એ.સી.બી.એ નોંધી છે. હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર ન મારવાના રૃપિયા આઠ લાખ માગવામાં આવતા એ.સી.બી.માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસમાં જે.એમ. ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત આઠમી ઑગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી હતી. કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા બહાર આવ્યું હતું કે આ કાર જે.એમ. ભરવાડની છે.