ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજયમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લીધે ટેકાના ભાવનો કાર્યક્રમ 15 નવેમ્બર સુધી મોકુફ - કમોસમી વરસાદથી થયેલા નુકસાન

અમદાવાદઃ રાજ્યમાં 'મહા' વાવાઝોડાને લઈને તંત્ર સાબદું બન્યું છે અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઈમરજન્સી કંટ્રોલરૂમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયુ હતુ કે ખેડૂતોને પૂરતા વળતર માટે જરૂર પડશે તો ફરીવાર સર્વે કરવામાં આવશે. વિવિધ પાકનું સ્ટોક પલળી જવાથી 15મી નવેમ્બર સુધી ટેકાના ભાવ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યા છે.

કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લીધે ટેકાના ભાવનો કાર્યક્રમ 15મી નવેમ્બર સુધી મોકુફ

By

Published : Nov 2, 2019, 8:31 PM IST

Updated : Nov 2, 2019, 11:49 PM IST

ખેડૂતોને વળતર ચૂકવવા મુદ્દે વીમા કંપની ઠાગા થૈયા કરી શકશે નહિ. આ મુદ્દે શુક્રવારના રોજ દિલ્હી ખાતે પણ ચર્ચા કરવામાં આવી હોવાની મુખ્યપ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી. જે ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પ્રીમિયમ ચૂકવાયું નથી તેમને પણ કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન બદલ રાજ્ય સરકાર નિયમ પ્રમાણે વળતરની ચૂકવણી કરશે. ૧૫મી નવેમ્બર પછી ટેકાના ભાવના નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લીધે ટેકાના ભાવનો કાર્યક્રમ 15મી નવેમ્બર સુધી મોકુફ
Last Updated : Nov 2, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details