- માર્ચ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત
- એપ્રિલ-મેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ
- લા નીનોની અસરને કારણે ગરમી વધુ પડવાની શક્યતાઓ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ - હવામાન વિભાગની આગાહી
ચાલુ વર્ષે ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે જે રીતે લા નીનોની અસર શરૂ થઈ છે, તેને લઈને પશ્ચિમ પ્રશાંત મહાસાગરનાં ઉષ્ણકટિબંધીય વિભાગના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરમીની અસર વધુ જોવા મળી શકે તેમ છે.
અમદાવાદ: હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને સાથે જ ગરમી વધી પણ શકે છે. હાલની પરિસ્થિતિ પરથી આગામી દિવસોમાં ગરમી વધવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, અલ નીનો હિંદ મહાસાગરમાં દુશ્મન થશે અને તેના કારણે ગરમીમાં સૌથી વધુ અસર જોવા મળશે. તો બીજી તરફ ભારતના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં આગળ સૌથી વધુ ગરમીની અસર જોવા મળશે.