IPS અધિકારીના પત્નીની આત્મહત્યા અમદાવાદ: થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉં.વ. 47)એ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
પોલીસને જાણવા મળ્યું કે IPS ઓફિસર રાજન સુસારાની 47 વર્ષીય પત્ની શાલુબેને ગુરુવારે મોડી રાત્રે સુરતથી અમદાવાદ પરત ફર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
કઈ રીતે ઘટના બની એ અમને પણ ખ્યાલ નથી. ચાર-પાંચ દિવસથી સાહેબ લગ્નપ્રસંગમાં હતા અને ગઈકાલે બપોરે જ આવ્યા. માસી લગ્નમાંથી રાત્રે પરત ફર્યા હતા ત્યારે સાહેબ સૂઈ ગયા હતા. સામાન્ય રીતે માસી રોજ સવારે પૂજા-પાઠ માટે વહેલા ઊઠી જતા હોય છે. પરંતુ આજે સાહેબ નીચે ઉતરીને જોયું તો બારણું ખોલીને જોયું માસીએ આત્મહત્યા કરી લીધી હતી. અને પછી સીધો પોલીસને ફોન કર્યો હતો. - મેહુલ ઝુંઝા, મૃતકના ભાણેજ
રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં ACP તરીક ફરજ બજાવે છે. થલતેજના શાંગ્રિલા બંગલોમાં રાજન સુસરા પરિવાર સાથે રહે છે. હાલ શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં IPS અધિકારી રાજન સુસરાની પણ પૂછપરછ હાથ ધરાશે. જો કે હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.
(Disclaimer - આપઘાત એ ઉકેલ નથી, જો તમને આત્મહત્યાના વિચારો આવે છે, અથવા કોઈ મિત્ર વિશે ચિંતિત હોય અથવા ભાવનાત્મક સપોર્ટની જરૂર હોય, તો તમને સાંભળવા માટે કોઈ હંમેશા હાજર છે. સ્નેહા ફાઉન્ડેશન - 04424640050 (ઉપલબ્ધ 24x7) અથવા iCall, ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સામાજિક વિજ્ઞાનની હેલ્પલાઇન - 9152987821, જે સોમવારથી શનિવાર સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.)
- ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી 5 લોકોના શંકાસ્પદ મોત મામલે SITની રચના
- જામનગરમાં વસઇ પાસે જૂની અદાવતમાં આહીર યુવાનની હત્યા, પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરતાં આરોપ